
કોલસી ભરેલી પ્લાસ્ટિક મીણીયાની થેલીઓની આડમાં લઈ જવાતા પિયા ૩૮.૨૪ લાખના વિદેશી દા સાથે આઇસર ગાડી પકડી.
૧૫ લાખની આઇસર ગાડી તથા એક મોબાઈલ સહિત પિયા ૫૩.૨૫ લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટક.
ગઈકાલે બપોરથી સાંજ દરમિયાન ખંગેલા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન કોલસીના પ્લાસ્ટિક મીણીયાની થેલીઓની આડમાં રાજસ્થાનથી ભાવનગર લઈ જવાતાં પિયા ૩૮.૨૪ લાખ ઉપરાંતની કિંમતના ઇંગ્લિશ દાના જથ્થા સાથે આઇસર ગાડી પકડી? ૧૫ લાખની કિંમતની આઈસર ગાડી તથા એક મોબાઈલ ફોન મળી પિયા ૫૩,૨૫,૪૦૦/-મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે બપોરના અઢી વાગ્યાથી સાંજના સાડા છ વાગ્યા સુધીના સમયગાળા માં કતવારા પોલીસ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન, જીજે.૦૩.એએક્સ.૫૦૯૩નંબરની આઈસર ગાડી રાજસ્થાનથી કોલસીની પ્લાસ્ટિક મીણીયાની થેલીઓની આડમાં વિદેશી દાનો જંગી જથ્થો ભરી વાયા દાહોદ થઈ ભાવનગર જવા નીકળી હોવાની ગુપ્ત બાતમી તેઓને મળતા કતવારા પોલીસ પોતાના શિકારની રાહ જોતી ઉભી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી આઇસર ગાડી દૂરથી આવતી નજરે પડતા ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહેલ કતવારા પોલીસ સાબદી બની હતી અને નજીક આવતા જ પોલીસે હાથનો ઈશારો કરી આઈસર ગાડી ઉભી રખાવી હતી અને ગાડીમાં ચેકિંગ કરતા ગાડીમાં કોલસીની પ્લાસ્ટિક મીણીયાની થેલીઓની આડમાં ગોઠવેલ વિદેશી દાનો જંગી જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે તે આઇસર ગાડી માંથી પિયા ૩૮, ૨૪,૪૦૦/-ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દાની પેટીઓ નંગ-૩૦૪ માં ભરેલ કુલ નાની-મોટી બોટલ નંગ-૪૯૦૮ પકડી પાડી આઈસર ગાડીના ચાલક રાજસ્થાનના બ્યાવર જીલ્લાના દેપાલ્લી સદર દાનો જથ્થો કોણે ભરાવી આપ્યો અને કોને ત્યાં પહોંચાડવાનો હતો તે બાબતે સઘન પૂછપરછ હાથ ધરતા તેને જણાવ્યું હતું કે, રાજસ્થાનના બ્યાવર જીલ્લાના જેસાખેડા ગામના સુરેન્દ્રસિંહ રાજપૂતે તેને દા ભરવા માટે કોન્ટેક્ટ કરી આપ્યો હતો અને રાજસ્થાનના અજમેર ખાતે રહેતા કતારસિંગ રાજપૂતે આઇસર ગાડીમાં વિદેશી દા ભરી આપી વલ્લભીપુર ભાવનગરના બુટલેગર અજય ભરવાડને ત્યાં પહોંચાડવા જણાવ્યું હતું. પોલીસે સદર દાના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ પિયા ૧૫ લાખની કિંમતની આઈસર ગાડી તથા પિયા ૧૦૦૦/-ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ પિયા ૫૩, ૨૫,૪૦૦/-નો મુદ્દા માલ કબજે લઈ ગાડીના ચાલક હરદયાલસિંગ નારાયણસિંગ રાજપુત, દા ભરવા કોન્ટેક કરી આપનાર સુરેન્દ્રસિંગ રાજપુત, દા ભરી આપનાર તેમજ દા કોને આપવાનો છે તે કહેનાર કતારસિંગ રાજપુત તથા દા મંગાવનાર વલ્લભીપુર ભાવનગરનો બુટલેગર અજય ભરવાડ સહિત કુલ ચાર જણા વિદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી