૧૯૮૦ કરોડની છેતરિંપડી કેસમાં ગજેરા બંધુઓને મોટી રાહત : સુપ્રીમ કોર્ટે ધરપકડ પર રોક લગાવી

સુરતના ગજેરા બંધુ વિરુદ્ધ ૧૯૮૦ કરોડની છેતરિંપડી ફરિયાદૃ મામલે ગજેરા બંધુઓને હાલ પૂરતી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ધરપકડ પર હાલ પૂરતી રોક લગાવી છે. ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટથી રાહત મળી છે. બે અઠવાડિયામાં હાઈકોર્ટમાં ક્વોિંશગ પીટિશન કરી શકશે.

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને કરોડો રૂપિયાના ફોર્જરી કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગજેરા બંધુઓ સામે ફરિયાદ દાખલ કરવાના આદૃેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદૃાલતે આ પિટીશન ગ્રાહૃા રાખીને નિર્દૃેશ આપ્યો છે કે, આગામી ૨ અઠવાડિયા સુધી પોલીસ આરોપીઓ સામે કોઈ પણ પ્રકારના વિશેષ કે કડક પગલાં લઈ શકશે નહી.

કેસની વિગતો મુજબ શાંતિ રેસિડન્સી પ્રા.લિ. અંતર્ગત ફરિયાદૃી પ્રવીણ અગ્રવાલ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દૃાખલ થઈ હતી. જે અંતર્ગત હાઈકોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવાનો આદૃેશ કરાયો હતો. બાદૃ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગજેરા બંધુઓ સામે છેતરિંપડી અને મની લોન્ડિંરગની કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી. ગજેરા બંધુઓએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આદૃેશ સામે પિટિશન કરી હતી.

આ સુનાવણી દરમિયાન આરોપીઓ વતી દૃેશના દિગ્ગજ એડવોકેટ્સ અભિષેક મનુ િંસઘવી અને મુકુલ રોહતગી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, નીચલી અદાલતે કેસના મહત્વના પાસાંઓને ધ્યાને લીધા નથી. સુપ્રીમ કોર્ટે આરોપીઓને પોતાની રજૂઆત કરવા માટે સમય આપતા જણાવ્યું છે કે, તેઓ આગામી ૨ અઠવાડિયામાં હાઈકોર્ટમાં ’ક્વોિંશગ’ એફઆઇઆર રદ કરવાની અરજી દાખલ કરી શકે છે. આ ૨ અઠવાડિયાના સમયગાળા દરમિયાન આરોપીઓને ધરપકડ સામે સુરક્ષા આપવામાં આવી છે, જેથી તેઓ કાયદૃાકીય પ્રક્રિયા પૂર્ણ કરી શકે. આ ચુકાદૃાથી ગજેરા પરિવારને હાલ પૂરતી મોટી શાંતિ મળી છે.