ઝાલોદમાં AAPને ફટકો:ઝાલોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા, સ્થાનિક હોદ્દેદારોએ પાર્ટીનો પહેરાવ્યો ખેસ

ઝાલોદ નગરપાલિકાના રાજકારણમાં મોટો પલટો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નગરપાલિકાની ચૂંટણી લડેલા ઉમેદવારો સહિત અનેક કાર્યકર્તાઓ ભારત આદિવાસી પાર્ટી (BAP)માં વિધિવત રીતે જોડાઈ ગયા છે. આ અંગેની મહત્વની બેઠક 7 નવેમ્બર, 2025 ના રોજ ઝાલોદ BAP કાર્યાલય ખાતે યોજાઈ હતી.

AAP માંથી ચૂંટણી લડેલા ઉમેદવારોએ પક્ષ છોડતા પાર્ટીમાં હલચલ જોવા મળી છે. BAP માં જોડાયેલાઓમાં વોર્ડ નં. 2 ના ઉમેદવાર સદ્દામભાઈ ઈસ્માલભાઈ મતાદાર, વોર્ડ નંબર 3 ના ઉમેદવાર સાજીદભાઈ મતાદાર અને મહંમદ રાણીયાનો સમાવેશ થાય છે. આ તમામ પદાધિકારીઓ અને અન્ય કાર્યકર્તાઓ BAPની વિચારધારા સાથે જોડાયા હતા.

​દાહોદ જિલ્લા યુવા મોર્ચા પ્રમુખ મનસુખભીલ કટારાની આગેવાનીમાં ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે ભારત આદિવાસી પાર્ટી (BAP)ની મિટિંગ યોજાઈ હતી​આ મિટિંગમાં ઝાલોદ તાલુકા પ્રમુખ મોહનભાઈ ડામોર, યુવા મોર્ચા પ્રમુખ દિલીપભાઈ નિનામા સહિત અનેક મહત્વના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.​વેલપુરા ગામના અનેક યુવાનો અને વડીલો પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ વિધિવત રીતે BAP માં જોડાયા અને પાર્ટીને મજબૂત કરવાની ખાતરી આપી.

ઉપસ્થિત રહેલા BAP ના નેતાઓમાં જિલ્લા યુવા મોર્ચા પ્રમુખ મનસુખભીલ કટારા, તાલુકા પ્રમુખ મોહનભાઈ ડામોર, ઉપપ્રમુખ રાજુભાઈ સંગાડા, ઝાલોદ તાલુકા યુવા મોર્ચા પ્રમુખ દિલીપભાઈ નિનામા, અને તાલુકા સંગઠન મંત્રી રાજુભાઈ મુનિયા સહિત અન્ય હોદ્દેદારોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ AAP માં જોડાયા હતા. આ પક્ષપલટાના કાર્યક્રમમાં ભારત આદિવાસી પાર્ટીના મહત્ત્વના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *