
માનવ સેવા એ જ મહાન સેવા : વૃદ્ધજનો સાથે ખુશીના પળો વહેંચી પોતાના હાથે ભોજન પીરસી મેળવ્યો ધર્મલાભ.
ઝાલોદના પ્રખ્યાત વિશ્ર્વકર્મા મહિલા મંડળ દ્વારા માનવતા, સેવાભાવ અને ધાર્મિકતાનું સુંદર ઉદાહરણ પૂં પાડવામાં આવ્યું. મંડળની બહેનો દ્વારા જય માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર (વૃદ્ધાશ્રમ) ખાતે પહોંચી વૃદ્ધજનો સાથે આનંદ અને ઉમંગભેર આનંદનો ગરબો યોજાયો હતો.
ઝાલોદ નગરનો પ્રખ્યાત આનંદનો ગરબો માત્ર એક ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ સેવા, સંસ્કાર અને સમાજ પ્રત્યેની લાગણીનું જીવંત પ્રતિક બની રહ્યો છે. સંગીતમય ગરબામાં વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વડીલો ઉત્સાહભેર જોડાયા હતા અને જીવનની યાદગાર ખુશીની ક્ષણો માણી હતી.
આ પ્રસંગે મહિલા મંડળ દ્વારા ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા દરેક વૃદ્ધજનને પોતાના હાથે ભોજન પીરસી નર સેવા એ જ નારાયણ સેવાના પવિત્ર સંદેશને સાકાર કર્યો હતો. આ સેવા કાર્યથી વૃદ્ધજનોના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી હતી.
વિશેષ ગૌરવની વાત એ છે કે, દાહોદ જીલ્લામાં આજે એક પણ વૃદ્ધાશ્રમ નથી, જે સમાજની સંસ્કારસભર પરંપરા અને પરિવાર પ્રત્યેની જવાબદારીનું પ્રતિબિંબ છે. આવા સેવાભાવી અને ધાર્મિક કાર્યો સમાજમાં કણા, માનવતા અને એકતાનો સંદેશ પ્રસરાવે છે.