
દાહોદ જીલ્લાના દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને ગાજવીજ સાથે પડેલા વરસાદે મોટી રાહત આપી હતી.
આજે સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું. સવારે અચાનક ઘેરા વાદળો છવાઈ જતાં ગાજવીજ સાથે વરસાદ શ થયો હતો. દાહોદ શહેર સહિત આસપાસના અનેક ગામોમાં વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
છેલ્લા કેટલાક દિવસોથી જીલ્લામાં ઊંચા તાપમાનને કારણે લોકો ગરમી અને ઉકળાટથી ત્રસ્ત બન્યા હતા. વરસાદ શ થતાં તાપ માનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને જનજીવનને રાહત મળી હતી. વરસાદ બાદ માર્ગો તેમજ ખુલ્લા વિસ્તારોમાં ઠંડકનો અનુભવ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં આગામી વાવણી અને ખેતી કાર્યોને લાભ મળશે, તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ વરસાદે લોકોને ગરમીમાંથી રાહત આપી છે તો બીજી તરફ ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદપ સાબિત થયો છે.