મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે ૮૯ જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે,અમીત ચાવડા

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દૃેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોના પ્રશ્ર્નો, પીડા અને આક્રોશનો અવાજ બન્યા છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આજે જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દૃોરવાની જ‚રિયાત ઊભી થઈ છે. આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહૃાા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દૃેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદૃાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદૃ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે.

ત્ોમણે કહૃાું કે તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દૃેશભરમાં ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં ૮૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહૃાા હતા. અગાઉ પણ નીટ પરીક્ષા અનેક વખત વિવાદૃોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્ર્વાસ ડગમગી જાય છે.

મોદૃી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે ૮૯ જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને ૪૮ જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. નીટ ઉપરાંત સીબીએસઇ,એસએસસી,એનડીએ વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.

ગુજરાતની સ્થિતિનો ઉલ્લેખ કરતાં અમિત ચાવડાએ જણાવ્યું કે બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો. છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલા‚પ કડક કાર્યવાહી જોવા મળતી નથી. નીટ પેપર લીક મામલે સમગ્ર દૃેશના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહૃાા છે, પરંતુ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી નથી. આજે લાખો યુવાનો પોતાના ભવિષ્ય અંગે િંચતિત છે અને સરકાર તેમની પીડા પ્રત્યે સંવેદનશીલ દૃેખાતી નથી.

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દૃેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોના પ્રશ્ર્નો, પીડા અને આક્રોશનો અવાજ બન્યા છે. તેમણે રાજસ્થાનના કોટા ખાતે યોજાયેલા ‘છાત્ર ગુંજ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદૃ સ્થાપિત કર્યો અને પરીક્ષા પદ્ધતિ, શિક્ષણ વ્યવસ્થા તથા યુવાનોના ભવિષ્ય અંગે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શ‚ કરી. નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા ખર્ચનો અંદૃાજ જોતાં માત્ર નીટ પરીક્ષાની તૈયારી પાછળ જ આશરે ‚. ૧.૩૨ લાખ કરોડ જેટલો ખર્ચ થાય છે. કોિંચગ ક્લાસીસ, હોસ્ટેલ, પુસ્તકો, રહેવા-જમવા અને અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો દૃેશના શિક્ષણ બજેટની સમકક્ષ થાય છે.

ભારતમાં નીટ જેઇઇ,યુપીએસસી,યુપીએસસી આરઆરબી સહિતની સ્પર્ધાત્મક તથા અન્ય મહત્વની પરીક્ષાઓની તૈયારી પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદૃાજે ‚. ૩.૫ લાખ કરોડ જેટલો હોવાનું માનવામાં આવે છે, જે કેન્દ્ર સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં અનેક વધારે છે. આ આંકડો દર્શાવે છે કે દૃેશના પરિવારો શિક્ષણ અને ભવિષ્ય માટે કેટલું મોટું આર્થિક રોકાણ કરે છે, દૃેશના વિવિધ ભાગોમાં તથા ગુજરાતમાં પણ પરીક્ષા સંબંધિત તણાવના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બનાવો સામે આવ્યા છે, જે અત્યંત િંચતાજનક છે.

રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્યવસ્થામાં જ‚રી સુધારા, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ સતત લડત આપતી રહેશે. આવનારી ૨૨ અને ૨૩ જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્લા મથકો પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો, સૂચનો, ફરિયાદૃો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી િંચતાઓને વાચા આપવામાં આવશે. જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.