
મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં યશવાડી દેવસ્થાનમાં આવેલા હનુમાન મંદિરના હોલની છત તૂટી પડી. અહેવાલો અનુસાર, અહીં મંદિરની બરાબર સામે સભામંડપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. બપોરના સમયે લોકો પ્રસાદ લઈ રહ્યા હતા. અચાનક મંદિરનું માળખું ધસી પડ્યું.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અત્યાર સુધી સભામંડપના કાટમાળમાંથી 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 30થી 40 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જ્યારે 10 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
શનિવાર હોવાને કારણે મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદ લેવા માટે ભીડ હતી. પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે બચાવ કામગીરી ચલાવી રહ્યા છે.
સભા મંડપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું
રિપોર્ટ્સ અનુસાર, પરભણીના હનુમાન મંદિરની બરાબર સામે સભા મંડપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ જ સભા મંડપની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. કાટમાળ, સળિયા સહિત પથ્થરો પડતા જ અફરા-તફરી મચી ગઈ. દર્શન માટે આવેલા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા.
બચાવ કાર્ય માટે પહોંચેલી જિલ્લા પ્રશાસનની ટીમોએ લગભગ 10 ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે.