શહેરમાં મહિલાઓને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. શહેરના દાણીલીમડા અને ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા આ કિસ્સાઓમાં પરિચિતોએ જ વિશ્ર્વાસઘાત કરીને મહિલાઓનું વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું હોવાનું ખુલ્યું છે. બંને મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસે ત્વરિત એક્શન લેતા ગણતરીના કલાકોમાં જ બંને નરાધમ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દૃીધા છે.
દાણીલીમડા વિસ્તારમાંથી સામે આવેલા કિસ્સામાં, બિહારથી અમદાવાદમાં પોતાના પરિચિતના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલી એક યુવતીને સ્થાનિક યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પોલીસ ગિરતમાં આવેલા આરોપીની ઓળખ દાનિશ શેખ તરીકે થઈ છે, જે છૂટક મજૂરી કામ કરે છે. દાનિશે યુવતી સાથે મિત્રતા કેળવી તેને લગ્ન કરવાની ખોટી લાલચ આપી હતી અને તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
આ સતત શારીરિક શોષણના કારણે પીડિતા ગર્ભવતી બની ગઈ હતી. ગર્ભ રહી ગયા બાદૃ જ્યારે તેણે દાનિશ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે આરોપીએ સાફ ઇનકાર કરી દૃીધો હતો. ગભરાયેલી યુવતી બિહાર પરત ફરી હતી, જ્યાં તેની તબિયત લથડતા માતાએ પૂછપરછ કરી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. માતા તાત્કાલિક પુત્રીને લઈને અમદૃાવાદૃ આવી પહોંચી હતી અને દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી દાનિશની ધરપકડ કરી આગળની તબીબી તપાસ હાથ ધરી છે.
બીજી ઘટના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાઈ છે, જેમાં લગ્નની લાલચ આપી તેમજ અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને એક પરિણીતા સાથે વર્ષો સુધી શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. ભોગ બનનાર પરિણીતા અને બોપલ વિસ્તારનો આરોપી જય પ્રમુખભાઈ પટેલ છેલ્લા ૧૩ વર્ષથી એકબીજાના પરિચયમાં હતા અને ભૂતકાળમાં એક જ જગ્યાએ નોકરી કરતા હતા. બંનેના અલગ-અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હોવા છતાં, આરોપી જય પટેલે પરિણીતાનો પીછો છોડ્યો ન હતો.
આરોપીએ તેમની જૂની અંગત પળોના ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને બ્લેકમેલ કરવાનું શ કર્યું હતું. તે પરિણીતાને અમદાવાદ ઉપરાંત રાજસ્થાન અને દિૃલ્હી જેવા અલગ-અલગ સ્થળોએ લઈ જઈને શારીરિક શોષણ કરતો રહૃાો હતો. હદૃ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ પરિણીતાના પતિને જ તેના અંગત ફોટા મોકલીને સંબંધો તોડવાનો પ્રયાસ કર્યો. પતિને હકીકતની જાણ થતાં પરિવારે િંહમત દાખવી ઇસનપુર પોલીસમાં ફરિયાદૃ નોંધાવી હતી. પોલીસે આઈટી એક્ટ અને દૃુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી જય પટેલની ધરપકડ કરી તેનો મોબાઈલ જપ્ત કર્યો છે.