પાલનપુરમાં નોળિયો કરડવાથી હડકવા થયો, તબીબની ગંભીર બેદરકારીને કારણે મહિલાનું કરુણ મોત!

બનાસકાંઠાના પાલનપુરથી એક અત્યંત ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે કૂતરો કે બિલાડી કરડવાથી હડકવા થતો હોવાનું આપણે સાંભળ્યું છે, પરંતુ રાજસ્થાનની એક મહિલાનુ નોળિયો કરડવાથી હડકવા ઉપડતા પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં સારવાર દર્મિયાન કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના પાછળ રાજસ્થાનના સરકારી તબીબોની ગંભીર બેદરકારી પણ સામે આવી છે.

રાજસ્થાનના સિરોહી જિલ્લાના વતની ધાર્મીબેન નામના મહિલાને ગત ૧૭મી જૂનના રોજ પાલનપુરની સિવિલ હોસ્પિટલ એટલે કે બનાસ જનરલ હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા હતા. આ દદીની સ્થિતિ એટલી ગંભીર હતી કે, તેમની સામે પીવાનું પાણી ધરવામાં આવતા જ તેઓ અત્યંત ગભરાઈ જતા હતા અને તેમના શરીરમાં અચાનક ખેંચ આવવા લાગતી હતી. ડોક્ટરોએ તપાસ કરતા આ હડકવાના લક્ષણો હોવાનું માલૂમ પડ્યું હતું.

જ્યારે હોસ્પિટલના તબીબોએ દદીના પરિવારજનોની પૂછપરછ કરી, ત્યારે જે હકીકત સામે આવી તે સ્તબ્ધ કરી દૃે તેવી હતી. આશરે દૃોઢ મહિના પહેલા ધાર્મીબેનને એક નોળિયો કરડ્યો હતો. જે બાદ તેઓ સિરોહીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. ત્યાં તેમને હડકવાની રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે તેઓ બીજો ડોઝ લેવા ગયા, ત્યારે ત્યાંના તબીબોએ એમ કહીને ઇન્જેક્શન આપવાની ના પાડી દીધી કે ’આ તો નોળિયો કરડ્યો છે, આનાથી કાંઈ ન થાય!’ તબીબોની આ જ સલાહ ધાર્મીબેન માટે કાળ સાબિત થઈ.

રસીનો કોર્સ અધૂરો રહેવાના કારણે દૃોઢ મહિના બાદ ધાર્મીબેનને હડકવા ઉપડ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, એકવાર હડકવાના લક્ષણો દૃેખાયા પછી સમગ્ર વિશ્ર્વમાં તેની કોઈ દવા કે ઈલાજ ઉપલબ્ધ નથી અને દદીનું મોત નિશ્ર્ચિત હોય છે. ગત રાત્રે ધાર્મીબેનનું પણ કરુણ મોત નીપજ્યું છે.

તબીબી પુસ્તકો અનુસાર, ઉંદર અને ચામાચીડિયા સિવાયનું કોઈ પણ સ્તનધારી પ્રાણી જો કરડે, તો હડકવાની રસીના તમામ ડોઝ નિયમ મુજબ લેવા અત્યંત અનિવાર્ય છે. પાલનપુરની આ ઘટના અન્ય તમામ લોકો અને તબીબો માટે એક મોટો પાઠ છે કે રસીકરણમાં ક્યારેય પણ આવી બેદરકારી ન દૃાખવવી જોઈએ.

ડો. સુનીલ જોશી અનુસાર, હડકવો એકવાર લાગી જાય પછી આજની તારીખે તબીબી વિજ્ઞાન પાસે તેનો કોઈ અસરકારક ઇલાજ ઉપલબ્ધ નથી. વાયરસ મગજમાં જઈને ‘નેગ્રી બોડી નામના ફેરફારો પેદૃા કરે છે, જેના કારણે મગજ પર ગંભીર અસર થાય છે અને ધીમે ધીમે દદીની સ્થિતિ બગડતી જાય છે. આવા કેસમાં દદીને બચાવવાની શક્યતા લગભગ નાબૂદ ગણાય છે. આ ઘટના નોળિયો કે કોઈપણ પ્રાણી કરડે ત્યારે પૂરી એન્ટી રેબીસ વેક્સીનની સંપૂર્ણ ડોઝ લેવી કેટલી જ‚રી છે તે અંગે મોટી ચેતવણી ‚પ સાબિત થઈ રહી છે.