વાંસવાડા-ઝાલોદ-દાહોદ હાઈવે રોડ પર ખાડાઓની ભરમાર છે. લીમડી પાસે વરોડમાં સરકારે ટોલટેકસ નાકું પણ બનાવેલ છે. પરંતુ ટોલટેકસ નાકાની નજીકમાં જ દરરોજ પસાર થતાં નાના-મોટા વાહનચાલકો કેટલા હેરાન થઈ રહ્યા છે. તેની કોઈને પડી નથી.
લીમડી પાસે આ દાહોદ-ગોધરા-વડોદરા હાઈવેને જોડતા બ્રિજ ઉપર ચઢતા પહેલા નાના-મોટા વાહનચાલકોને આ રસ્તા પર પડેલા ખાડા પણ ફરજિયાત કુદીને જવા મજબુર બન્યા છે. કારણ કે નવા બનેલા આ રસ્તા ઉપર ઝાલોદથી દાહોદ તરફ જતાં નાના-મોટા વાહનચાલકોને પણ ખાડાઓ તો કુદવા જ પડે પણ બ્રિજ પાસેના વળાંકમાં ગોધરા તરફ જતાં દરેક વાહનો માટે ખુબ જ સાવચેત રહેવુ પડે તેમ છે. આ હાઈવે ઉપરથી પસાર થતાં પડેલા દરેક નાના ગાડીઓવાળા હાલમાં તંત્રની બેદરકારીના કારણે ફરજિયાત ખાડા કુદીને જવા મજબુર બની રહ્યા છે. આ બ્રિજ ઉપર ચઢતા કેટલાક ભાગમાં તો એવા પણ ખાડાઓ છે કે, જો નજર ચુકી જાય તો ટુ-વ્હિલર ચાલક અકસ્માતનો ભોગ બને છે. ત્યારે સંજેલી, ઝાલોદ તાલુકામાંથી દાહોદ જતાં લોકો માટે ત્રાસદાયક સ્ટેટ હાઈવેના ખાડાઓ પણ સરકારી બાબુઓને કેમ દેખાતા નથી.