એચિવર નર્સિંગ કોલેજ, લીમડી ખાતે વિશ્ર્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરાઈ.
નિયામક આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના નિર્દેશનમાં અને જીલ્લા વિકાસ અધિકારી દાહોદ ના માર્ગદર્શન હેઠળ જીલ્લા આયુર્વેદ અધિકારી દાહોદ ની ટીમ દ્વારા એચિવર નર્સિંગ કોલેજ લીમડી ખાતે મંગળવાર 2 ડિસેમ્બર, 2025 નારોજ વિશ્ર્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ વર્ષની થીમ “અવરોધોને દૂર કરીને, એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવવું” (Overcoming disruption, transforming the AIDS response)પર જાગૃતિ વધારવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા આયુર્વેદ અધિકારી સુધીર જોશી, સરકારી હોમિયોપેથિક અધિકારી ડો. પ્રિકેશ નાયક અને નર્સિંગ કોલેજ ટ્રસ્ટી પિન્ટુ સોની, ધોરણ 11/12 આર્ટ્સના પ્રિન્સિપાલ મહેશ ડામોર, રોહિતભાઈ વૈરાગી, પ્રિન્સિપાલ રોહિણી બારીઆ તથા નર્સિંગ પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ
પ્રશ્ર્નોત્તરી :
વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્ર્નોત્તરી કરવામાં આવી. જેમાં એચઆઇવી સાથે જીવતા લોકોની સારવાર treatmentકઈ રીતે કરવી, અને સામાજીક કલંક (stigma) કઈ રીતે દૂર કરવું તથા આપડા સમાજમાં થતા ભેદભાવ (discrimination) સામે લડવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.અને સારૂં એવું જાણવા પણ મળ્યું હતું.
વક્તવ્યો:
અનેક વિદ્યાર્થીઓએ વક્તવ્યો આપ્યા, જેમાં એઇડ્સ પ્રતિભાવની વર્તમાન સ્થિતિ, 2025 ની થીમનું મહત્વ, અને “2030 સુધીમાં એઇડ્સનો અંત” ના લક્ષ્યને હાંસલ કરવામાં આરોગ્ય કર્મચારીઓની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
જીલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશી દ્વારા પ્રેરણા દાયક સંબોધન કરવામાં આવ્યું, જેમાં ડો. સુધીર જોશીએ એઇડ્સ (AIDS) જેવા ગંભીર રોગના નિવારણ અને સારવારમાં આયુર્વેદ અને હોમિયોપથીની પૂરક ભૂમિકા વિશે માહિતી આપી. આયુર્વેદમાં એવી ઔષધિઓ અને ફોર્મ્યુલેશન છે, જે રસાયણ (Rejuvenation) ગુણધર્મો ધરાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, ગિલોય (ગુડોચી), અશ્ર્વગંધા, આમળા, અને તુલસી જેવી ઔષધિઓ કુદરતી રીતે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. આ સારવારનો ઉદ્દેશ શરીરના દોષો (વાત, પિત્ત, કફ)ને સંતુલિત કરવાનો અને શરીરના સંરક્ષણ તંત્રને સક્રિય કરવાનો છે.
આધુનિક દવા (ART)) સાથે આયુર્વેદ અને હોમિયોપથીનો સંકલિત (Integrated) અભિગમ એઇડ્સ સાથે જીવતા લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવા અને લાંબુ, સ્વસ્થ જીવન જીવવા માટે મદદરૂપ થઈ શકે છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એચિવર નર્સિંગ કોલેજ લીમડી ના પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.