SSE ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત એક્સપોઝર વિઝીટનું આયોજન

દાહોદ અને ગરબાડા તાલુકાના 20 બાલિકા પંચાયતના ગામમાં SSE ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કિશોર- કિશોરીઓ હાજર રહ્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી આવેલ મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી સર તેમજ કર્મચારીઓ હાજર રહ્યા.

આ વિઝીટ દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી હતી. જેમાં હિંસાથી પીડિત મહિલા, ઘરમાંથી તરછોડાયેલી હોય એવી મહિલાઓ વગેરેને ત્યાં સહાય આપવામાં આવે છે. તેમજ બાલિકાઓને બાલિકા પંચાયતમાં કઈ રીતે કામગીરી કરવી, બાલિકાઓ માટેના કેવા કેવા પ્રશ્ર્નો હોય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી તથા સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી.

પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાંPBSCકાઉન્સેલર શકુંતલાબેન દ્વારાPBSCની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી. સાથે ટાઉન પોલીસ સ્ટેશન વિવિધ ટેબલની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. રૂરલ પોલીસ સ્ટેશન અને ટાઉન પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર વચ્ચેનો કામગીરીનો તફાવત સાથે 181 મહિલા હેલ્પલાઇન નંબરની પણ માહિતી આપવામાં આવી હતી.

મહિલા પોલીસ સ્ટેશન દાહોદમાં ઉપસ્થિત ઙઈં તેમજ ઙજઈં દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાઓ માટે કેવી કેવી મદદરૂપ બને છે. તેમજ સી ટીમ વિશેની માહિતી આપવામાં આવી સાથે 1098 ચાઈલ્ડ લાઈન નંબર, 112 હેલ્પલાઇન નંબર, 100 પોલીસ નંબર વગેરેની માહિતી પણ આપવામાં આવી સાથે મહિલા પોલીસ સ્ટેશનની વિઝીટ કરાવવામાં આવી હતી.