દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે આવેલ પ્રગતિશીલ ખેડૂત માનસિંહ ડામોરના પરબ પ્રાકૃતિક ફાર્મની આણંદ ખેતીવાડી કોલેજની 48 વિદ્યાર્થીનીઓ તેમજ 2 પ્રોફેસરોએ મુલાકાત લીધી હતી. માનસિંહ ડામોર દ્વારા તેઓને પ્રાકૃતિક કૃષિની સંપૂર્ણ માહિતી વિસ્તાર પૂર્વક આપવામાં આવી. એ સાથે તેઓને પ્રેક્ટીકલ થકી બનાવાતું જીવામૃત-ઘન જીવામૃત-આચ્છાદન-વાપસા વગેરે પ્રત્યક્ષ બતાવવામાં આવ્યું.