દાહોદ જીલ્લાના પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓનું સંમેલન તારીખ 14/12/2025 ને રવિવારના રોજ સવારે 10:30 કલાકે પંડિત દિનદયાલ ઓડિટેરિયમ (ટોપી હોલ), દાહોદ ખાતે યોજવામાં આવશે. આ સંમેલન દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા તેમજ કેન્દ્રીય સૈનિક બોર્ડ તરફથી મળતી વિવિધ સહાય અને સવલતોની જાણકારી આપવામાં આવશે.