વિરપુર પોલીસ મથકના પ્રોહિબીશન ગુનામાં વોન્ટેડ આરોપી જગપાલસિંહ ચુંડાવતને ઝડપ્યો

મહીસાગર LCBએ વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન ગુનાના ફરાર આરોપી જગપાલસિંહ ઉર્ફે જોની લાલસિંહ ચુંડાવતને ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનના ડુંગરપુર જીલ્લામાંથી પકડાયો હતો.

મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના નિર્દેશ બાદ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે કઈઇ દ્વારા વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LCBસ્ટાફના મહીપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, વિરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કલમ ૬૫(એ)(એ), ૯૮(૨), ૮૧, ૧૧૬(૨) અને ઇગજ-૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)બી હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી જગપાલસિંહ ઉર્ફે જોની તેના ઘરે હાજર છે.

બાતમીના આધારે,LCB સ્ટાફે રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના સરથુણા (તા. સીમલવાડા) ખાતે આવેલા આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. મૂળ પરદા ચુંડાવત, તા. સાબલા, જી. ડુંગરપુર (રાજસ્થાન) નો રહેવાસી જગપાલસિંહ ઉર્ફે જોની લાલસિંહ ચુંડાવત ત્યાંથી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.