
મહીસાગર જીલ્લાએ ગ્રામ પંચાયત વેરા વસુલાતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ સિદ્ધિ નોંધાઈ છે.
જીલ્લામાં કુલ ૮૮.૩૦ ટકા જેટલી નોંધપાત્ર વેરા વસુલાત થઈ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ સિદ્ધિને કારણે મહીસાગર જીલ્લો ગૌરવ અનુભવી રહ્યો છે. વિગતો મુજબ, જીલ્લાની કુલ ૩૬૧ ગ્રામ પંચાયતોમાંથી ૨૦૬ ગ્રામ પંચાયતોએ ૧૦૦ ટકા વેરા વસુલાતનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. આ કામગીરી ગ્રામ્ય સ્તરે મજબૂત વહીવટ અને આયોજન દર્શાવે છે.
આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે જીલ્લા પંચાયત ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહીસાગર જીલ્લામાં થયેલી આ સિદ્ધિ અન્ય જીલ્લાઓ માટે પણ પ્રેરણાદાયક ઉદાહરણ પૂં પાડે છે.