ગાંગરડીના મહુનાળા તળાવમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો : યુવકને ભાળ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ આરામ કર્યો

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામમાં આવેલા મહુનાળા તળાવમાંથી એક અજાણ્યા પુ‚ષનો મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે ગ્રામજનોએ તળાવમાં મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો મૃતદેહ પાણીમાં જોવા મળતા ગ્રામજનો દ્વારા ગરબાડા પોલીસને જાણ કરવામાં આવી હતી .

મળતી વિગતો અનુસાર ગરબાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો અને આ યુવક કોણ છે ક્યાંનો છે અને અહીંયા કેવી રીતે આયો તેની તપાસનો ધમધમાટ આરામ કર્યો હતો.

આ યુવક પાણીમાં કઈ રીતે ડૂબ્યો અથવા કોઈએ તેની હત્યા કરીને હત્યા કર્યા બાદ તળાવમાં નાખી દીધો તેવી દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે. પોલીસે આજુ બાજુના લોકો તેમજ વિસ્તારોમાં પૂછપરછ શ‚ કરી છે હાલ પોલીસે આ મૃતદેહને પોસ્ટ મટન અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસનો ધમધમાટ આરામ કર્યો છે.