ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે તા.૨૯/૧૧/૨૦૧૮ના રોજ આરોપીઓ મરણજનારના ગામે મજુરી કરવા માટે લઈ આવેલ હતા. ત્યારબાદ આરોપી સંતોષ ઉર્ફે ભીમા તથા રેખા રામવીર જાટવ વચ્ચે આડા સંબંધ હોય જેમાં રામવીજ જાટવ આડખીલી પ થતો હોય જેથી આરોપીઓએ તા.૧૯/૦૪/૨૦૧૯ પહેલા કોઈપણ સમયે તેની મોત નિપજાવેલ હતું અને પુરાવાને નાશ કરવાના આશયથી લાશનો કોઈપણ રીતે નાશ કરી તમામ આરોપીઓને ગુનો કરેલ હતો. મરણજનાર અને આરોપીઓ મુળ કચ્છપુરા, હાથરસ (યુ.પી.)ના રહેવાની હોય જેથી મરણજનાર રામવીર જાટવની શોધખોળ કરતા મળી નહી આવતા સૌપ્રથમ પરિવારજનોએ હાથરસ પોલીસ મથકે અરજી આપેલ અને ત્યારબાદ હાથરસ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ જેના આધારે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. આરોપીઓની અટકાયત કરી આરોપીઓએ બતાવેલ જગ્યાએ તાલુકા પોલીસ અને પ્રાંતઅધિકારી સાથે રાખી તપાસ કરતાં નરકંકાલ મળી આવેલ હતો. આ હત્યાનો કેશમાં તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાઈ હતી. જે કેશ પંચમહાલ પ્રિન્સીપાલ સેશન્સ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં ચાલવા પર આવેલ જેમાં સરકાી વકીલ રાકેશ એસ.ઠાકોર એ વિગતવાર દલીલો કરી હતી. જે દલીલો અને પુરાવાને ધ્યાને લઈને આરોપીઓ સંતોષ ઉર્ફે ભીમા અને રેખાને તકસીરવાન ઠેરવીને અરાોપીઓને આજીવન કેદની સજા અને ૧૦,૦૦૦/-નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો. જ્યારે મરણજનાર રામવીજ જાટવના બાળકોને સરકારની યોજના મુજબ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના માધ્યમથી ૧,૦૦,૦૦૦/-પીયાનું વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.