કાલોલ તાલુકાના ગેંગડિયા ગામે રહેતા અને પાનમ સિંચાઈ વિભાગમાંથી નિવૃત થયેલા ગણપતસિંહ ઝીણાભાઇ સોલંકી કોન્ટ્રાકટરનું કામ કરતા રતનસિંહ અમરસિંહ પરમાર, મું. દાતોલ, પો. ભીલોડ, તા. ઘોઘંબા સાથે પારિવારિક અને મિત્રતાના સંબધો હોય આરોપીને ઉધારી ચૂકવવા માટે પૈસાની જર પડતા ફરિયાદી પાનમ સિંચાઈ વિભાગ માંથી નિવૃત થયેલા હોય ૧૬ લાખ જેટલી રકમ મળેલી હોવાનું આરોપીના જમાઈ જાણતા હોય દીપકભાઈ સાથે આવી આરોપીએ ઉધાર નાણાની માંગણી કરતા ફરિયાદીએ પોતાના બેંક ઓફ બરોડા ખાતેથી રૂ.૫ લાખ તા ૨૭/૦૯/૧૯ ના રોજ ફરિયાદીના દિકરા તેમજ તેમના જમાઈ ની રૂબરૂમાં છ માસના વાયદે આપ્યા હતા. ફરિયાદીએ ઉઘરાણી કરતા તા. ૦૮/૦૧/૨૧ ના રોજ રૂ. ૧૫૦૦૦/ રોકડા અને બાકીની રકમ રૂ ૪,૮૫,૦૦૦/ નો બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનો ચેક લખી આપ્યો હતો. જે ચેક અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયો હતો, જે બાદ ફરિયાદીએ કાલોલના એડી. ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરેલી જે ફરિયાદમાં આરોપી તરફે એડવોકેટ એસ.એસ. શેઠ હાજર રહ્યા હતા. આરોપીએ પોતાનો બચાવ કરતા જણાવેલ કે, આ ચેક ફરિયાદી સાથે કામ કરતા કિરણભાઇ પાઠકને આપેલ જેનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ કરી છે. આરોપી તરફે એડવોકેટ એસ.એસ.શેઠ દ્વારા ફરિયાદીની ઊલટ તપાસમા ફરિયાદી એ આ નાણા ગોધરા ખાતે આપેલા હોવાનું જણાવ્યું નાણા આપ્યા, ત્યારે અમો બંને જણા જ હોવાનું સ્વીકારેલ. જ્યારે ફરિયાદમાં બેંક ઓફ બરોડાના ખાતા માંથી નાણા ફરિયાદીના દીકરા અને જમાઈની રૂબરૂમાં આપ્યા હોવાની વિગત જણાવેલ છ જે પરસ્પર અલગ અલગ જણાય છે. રૂપિયા પાંચ લાખ બેંક માંથી ઉપાડીને આપ્યા હોવાનો કોઈ પણ જાતનો પુરાવો રજૂ કરેલ નથી. ફરિયાદી ઉલટ તપાસમાં જણાવેલ છે કે, જે દિવસે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા, તે જ દિવસે આરોપીએ ચેક આપ્યો હતો. જ્યારે ફરિયાદમાં ઉઘરાણી કરતા ૧૫,૦૦૦ રૂપિયા રોકડા આપી બાકીની રકમનો ચેક આપ્યો હોવાની વિગત પરસ્પર શંકા ઉપજાવે છે. આરોપી તરફે એડવોકેટ એસ.એસ.શેઠની દલીલોને ગ્રાહ્ય રાખીને જે વ્યક્તિઓની રૂબરૂ માં પૈસા આપ્યા હોવાનું ફરિયાદી જણાવે છે, તે ફરિયાદીના દીકરાને તપાસેલ નથી તેમજ દીપકભાઈ ને તપાસતા પોતાનીરૂબરૂમાં કોઇ લેવડ દેવડ નથી થઈ તેવું જણાવે છે. તેમજ આરોપીને પિયા આપ્યા હતા તે અંગેની નોંધ ફરિયાદીએ જણાવ્યા મુજબ પોતાની પાસે કાચી નોંધ કરેલી હતી. જે નોંધ પણ ફરિયાદમાં રજૂ કરેલ નથી. આરોપી પાસેથી નાણા આપ્યા બદલને કોઈ પાવતી એ કોઈ લખાણ કરેલ નથી કે પોતાની પાસે તા. ૨૭/૦૯/૧૯ ના રોજ રૂ પાંચ લાખ બેંક ખાતામાં હોવાનો તેમજ નિવૃત થતા સમયે રૂ.૧૬ લાખરૂપિયા આવ્યા હોવાનો પુરાવો પણ રજૂ કર્યો નથી. સમગ્ર મામલે કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એસ.એસ.પટેલ દ્વારા ફરિયાદી પોતાનું કાયદેસરનું લ્હેણુ અને પોતાની નાણાંકીય ક્ષમતા પુરવાર કરી શકેલ ન હોય આરોપી રતનસિંહ અમરસિંહ પરમાર, મુ. દાતોલ, પો. ભીલોડ, તા. ઘોઘંબાને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.