
ગુજરાત વિકાસના પથ પર આગળ વધી રહૃાું છે, પરંતુ આ વિકાસની િંકમત ખેતીલાયક જમીનને ચૂકવવી પડી રહી છે. મેટ્રો સિટી અમદાવાદ સહિત અન્ય શહેરો કોંક્રીટના જંગલમાં પરિવર્તિત થઈ રહૃાા છે. શહેરોના સીમાડા ધીરે-ધીરે ગામડાઓને ગળી જઈ રહૃાા છે. ખેતી કરવી મોંઘી બનતાં ખેડૂતો અન્ય વ્યવસાય તરફ વળી રહૃાા છે, પરિણામે ખેતીની જમીનો વેચાઈ રહી છે. ખેડૂતોને નાછૂટકે ખેતીલાયક જમીન વેચવા મજબૂર બનવું પડે છે. આ સાથે હજારો લાખો ચોરસ મીટર ખેતીલાયક જમીન બિનખેતીમાં ફેરવાઈ રહી છે.
છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર અને અમદાવાદમાં ૧.૧૩ લાખ ચોરસ મીટર જમીન બિનખેતીમાં ફેરવાઈ છે, જેનાથી સરકારને . ૧૯૩ કરોડની આવક થઈ છે. સરકારે જાતે જ ખુલાસો કર્યો છે કે, બિનખેતીના કારણે માત્ર અમદૃાવાદૃ અને પાટનગર ગાંધીનગરમાં ૧૦.૨૧ લાખ ચોરસ મીટર ખેતીલાયક જમીન ઘટી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં અમદૃાવાદૃ અને ગાંધીનગરમાં કુલ ૧,૧૩,૪૫,૨૮૦ ચોરસ મીટર ખેતીલાયક જમીન બિનખેતીમાં ફેરવાઈ છે. અમદૃાવાદૃ જિલ્લામાં ૮,૧૧,૧૫,૨૦૦ ચોરસ મીટર અને ગાંધીનગરમાં ૨,૧૦,૪૩,૭૩૯ ચોરસ મીટર જમીન ઓછી થઈ છે, જેનું કુલ ક્ષેત્રફળ ૧૦,૨૧,૫૮,૯૩૯ ચોરસ મીટર છે.
ગુજરાતમાં કુલ જમીનના ૬૫.૭૫% ખેતીલાયક છે, જ્યારે ૩૪.૨૫% બિનખેતીમાં છે.કૌટુંબિક વિખવાદૃ સહિત અન્ય કારણોસર જમીનોના ટુકડા થઈ રહૃાા છે, જેનાથી નાના ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. ખેતીમાં પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતો ખેતીલાયક જમીન વેચવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત, શહેરોની નજીક આવેલી ખેતીની જમીનોના ભાવ વધી ગયા છે, જેના કારણે ખેડૂતો સારા ભાવ મેળવીને જમીન વેચી રહૃાા છે.ગુજરાતમાં ખેતીલાયક જમીનને રહેણાંકમાં ફેરવવા માટે બિનખેતી પરવાનગી જરી છે, જેની િંકમત ચોરસ મીટર દૃીઠ . ૧૦૦થી ૩૦૦ છે.ગુજરાત રાજકારણ
બિનખેતીને લીધે સરકારને મળેલી આવકની વિગતો
જિલ્લો
રકમ
અમદૃાવાદૃ ૧૯૫,૮૮,૭૯,૧૮૨
ગાંધીનગર ૨૭,૮૦,૧૪,૮૬૧
કુલ ૧૯૩,૬૮,૯૪,૦૪૩
આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતોના હિતોની ચર્ચા થઈ છે.જાણકારોએ ભય વ્યક્ત કર્યો છે કે, જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો ગુજરાતમાં ખેતીલાયક જમીન વધુ ઓછી થઈ જશે. ૨૦૨૪માં સરકારે જમીન કાયદાઓમાં સુધારા કર્યા, જેમાં ટ્રસ્ટને એનએ કન્વર્ઝન માટે વધુ સમય આપવામાં આવ્યો હતો.