ગુજરાત વિધાનસભાએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીની જમીનોના ગેરકાયદૃેસર વેચાણ અને તબદૃીલીને રોકવા માટે મહત્વપૂર્ણ વિધેયક પસાર કર્યું છે.આ વિધેયક સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહિવટ પતાવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૯માં સુધારા સૂચવે છે. આ સુધારાથી બિનખેડૂત વ્યક્તિઓ અથવા સંસ્થાઓને વેચાયેલી જમીન માત્ર ત્રણ મહિનામાં મૂળ ખેડૂતને પરત મળી શકશે અથવા સરકાર તેને પોતાના કબજામાં લઈ શકશે. આ કાયદાનો અમલ ૫ ડિસેમ્બર, ૨૦૧૫થી પાછલી અસરથી થશે.
આ વિધેયકમાં કલમ-૭૫ અને ૭૫છમાં સુધારા કરવામાં આવ્યા છે, જેમાં જો ખેતીની જમીન બિનખેડૂત વ્યક્તિ, ગેરકાયદૃેસર કબ્જેદાર અથવા ઉદ્યોગોને વેચાઈ હોય, તો જિલ્લા કલેક્ટર સ્વમેળે અથવા હિતસંબંધ ધરાવતી વ્યક્તિની અરજીના આધારે તપાસ કરી શકશે.
આ સિવાય તબદૃીલી ગેરકાયદૃેસર જણાય તો કલેક્ટર ત્રણ મહિનાની અંદર જમીન વેચનારને પરત કરવાનો આદૃેશ આપશે. જો પરત ન કરાય તો જમીન તમામ બોજા વિના સરકારમાં નિહિત થશે અને તેને પડતર જમીન તરીકે વાપરી શકાશે.ગેરકાયદૃેસર ભોગવટો ધરાવતી વ્યક્તિ અથવા સંસ્થાને પ્રવર્તમાન જંત્રી િંકમતની ત્રણ ગણી (૩૦૦ ટકા) રકમનો દૃંડ વસૂલાશે. આ દૃંડ એક મહિનામાં ભરવાનો રહેશે.જો જમીનમાં બિનખેતી અથવા કલમ-૫૪નો ભંગ થયો હોય, તો સરકાર જમીનને પોતાના હસ્તક લઈ શકશે અને તેનો ઉપયોગ શાળા, હોસ્પિટલ, રસ્તા જેવા જાહેર હિતના કાર્યો માટે કરી શકશે.
આ સુધારા દ્વારા રાજ્યમાં ગણોત વહિવટ અને જમીન કાયદૃાઓમાં એકસૂત્રતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસૂલ મંત્રી સંજયિંસહ મહિડાએ વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે, કોર્ટ કેસ અને મહેસૂલી લિટિગેશનને કારણે કાયદાની કલમ-૭૫માં સુધારાની જર જણાઈ છે.ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અલગ-અલગ કાયદા હતા, જેમાંથી સૌરાષ્ટ્રના કાયદાને સુધારવું બાકી હતું.
વિધાનસભામાં વિધેયક પર ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આ વિધેયકને ચોક્કસ ઉદ્યોગોના લાભ માટે લાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહૃાું કે, આ સુધારા ઉદ્યોગોને મદૃદૃ કરવા માટે છે. જવાબમાં મંત્રી મહિડાએ બચાવ કરતાં કહૃાું કે, આ વિધેયક કાયદાઓમાં એકપતા લાવવા માટે છે અને ખેડૂતોના હિતને સુરક્ષિત કરશે.વિપક્ષી ધારાસભ્યોએ ૧૯૪૯ના કાયદૃા હેઠળ કેટલી જમીનોમાં બિનખેડૂતને તબદૃીલી થઈ છે તેની વિગતો અને આંકડાકીય માહિતી જાહેર કરવાની માંગ કરી હતી. જોકે, મંત્રીએ આ અંગે કોઈ વિગતો આપી નહીં.ચર્ચાના અંતે વિધેયક બહુમતીના જોરે પસાર થયું છે. રાજ્યપાલની મંજૂરી બાદ તેનો અમલ થશે.