વેજલપુર MGVCL ની ગંભીર બેદરકારી ખેડૂતો ને છેલ્લા કેટલાય દિવસો થી પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો એ MGVCL કચેરીમાં હોબાળો મચાવ્યો 

કાલોલ તાલુકાના વેજલપુર MGVCL ની ગંભીર બેદરકારી કિસાન સૂર્યોદય યોજના માત્ર કાગળ ઉપર જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન મોટી સંખ્યામાં ખેડૂતો એ MGVCL કચેરીમાં હોબાળો મચાવ્યો કાલોલ તાલુકાના ભિલોડ પાંચપથરા આંબાકુટ નવા નગર સહિત આજુબાજુ ગામના ખેડૂતો અને સરપંચ સહિત લોકોએ MGVCL કચેરીમાં હોબાળો મચાવ્યો  વીજ પુરવઠો ન મળતા મુશ્કેલી માં મુકાયા એક તરફ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી અને સસ્તી વીજળી મળી રહે તે માટે મુખ્યત્વે કિસાન સૂર્યોદય યોજના, પીએમ-કુસુમ યોજના, અને સરદાર કૃષિ જ્યોતિ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓ હેઠળ ખેડૂતોને દિવસે વીજળી, સોલાર પંપ પર સબસિડી અને વીજ માળખામાં સુધારા જેવા લાભો આપવામાં આવે છે થોડા સમય પહેલા સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના અમલ માં મુકવામાં આવી હતી જેમાં ખેડૂતો ને આ યોજના હેઠળ રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ અપાવવા માટે દિવસ દરમિયાન (સવારે ૫ થી રાત્રે ૯ વાગ્યા સુધી) સિંચાઈ માટે થ્રી-ફેઝ વીજળી પૂરી પાડવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી જેમાં તબક્કાવાર રાજ્યના મોટાભાગના ગામડાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેમ છતાં કાલોલ તાલુકાના વેજલપુર MGVCL ના કર્મચારીઓ હાથ ઉપર હાથ ધરીને બેઠા છે અને ધરતી પુત્રો ની સમસ્યાઓ નિકાલ કરવામાં આવતો ન હોવાથી MGVCL ના કર્મચારીઓ ની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે ખેડૂતો દ્વારા  મોટી સંખ્યામાં વેજલપુર MGVCL કચેરીમાં હોબાળો મચાવી ને  જવાબદાર કર્મચારીઓ સાથે તેઓએ રજુઆત કરી હતી જવાબદાર કર્મચારી દ્વારા તેઓની સમસ્યા વેહલી તકે દુરકરવા માટે રજુઆત કરવામાં આવી હતી જેથી હવે કેટલાક ગામડાઓમાં ખેડૂતો ની સમસ્યાઓ હલ થશે તે જોવું રહયું