કાલોલના પોરવાડ ફળિયા પાસે રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી મારૂતિ વાનમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરીનો માહોલ

કાલોલ શહેરના પોરવાડ ફળિયાના નાકા પાસે મંગળવારે બપોરના અરસામાં પાર્ક કરેલી મારૂતિ વાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી હતી. અચાનક વાહનમાંથી આગની જ્વાળાઓ ઊઠતાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી અને ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના પોરવાડ ફળિયામાં નાકા પાસે મંગળવારે બપોરના અરસામાં પાર્ક કરેલી બે મા‚તિ વાનમાં પૈકીની એક વાનમાં અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. આગની ઘટનાને પગલે ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા જેને કારણે આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે વાનમાં આગ કેવી રીતે લાગી એ વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી. આગની ઘટના અંગે સ્થાનિક પોલીસ કે ફાયરબ્રિગેડની ટીમને કોઈ જાણકારી આપવામાં આવી નથી. જેને કારણે ઘટના સ્થળે વાન બળીને ખાક થઈ જવા પામી હતી. જોકે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી સીએનજી ગેસ ધરાવતી મા‚તિ વાનમાં આગ કેવી રીતે લાગી હોવાની વિવિધ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ છતાં, આગ લાગવાનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. શહેરમાં આગની ઘટનાને પગલે તહેવારોના માહોલમાં ફટાકડા ફોડતી વખતે વાહનો સહિત આસપાસની મિલકતોની સુરક્ષા અંગે કેટલી તકેદારી રાખવી જ‚રી છે તે આ ઘટનાએ ફરી એકવાર ઉજાગર કર્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી જતાં સ્થાનિકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.