રાજ્યકક્ષા પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન

પાવાગઢ સ્પર્ધા માટે યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મંગાવાઈ.

પંચમહાલ જીલ્લામાં યોજાશે રાજ્યકક્ષા પાવાગઢ આરોહણ-અવરોહણ-૨૦૨૬-૨૭ સ્પર્ધા.

યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલે અને તેમનામાં સાહસના ગુણ કેળવાય તે હેતુથી ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પંચમહાલ તથા જીલ્લા વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા સંચાલિત ’રાજ્ય કક્ષા પાવાગઢ આરોહણ-અવરોહણ-૨૦૨૬-૨૭’ સ્પર્ધાનું ભવ્ય આયોજન આગામી જાન્યુઆરી-૨૦૨૭ માસના છેલ્લા અઠવાડિયામાં થનાર છે. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રથમ એક થી દસ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો સીધા જ અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટેની લાયકાત અને નિયમો :

આ સ્પર્ધામાં માત્ર એવા યુવક-યુવતીઓ જ ભાગ લઈ શકશે જેઓ તા. ૩૧/૧૨/૨૦૨૬ ના રોજ ૧૯ થી ઉપર વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતાં હોય.

સ્પર્ધકોએ સ્વ-ખર્ચે આવવાનું-જવાનું રહેશે.

પસંદગી પામનાર યુવક-યુવતીઓને કચેરી દ્વારા ટેલિફોનિક અથવા વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

ફોર્મ મેળવવાની અને જમા કરાવવાની વિગત :

આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ઈચ્છુક યુવક-યુવતીઓએ અત્રેની જીલ્લાની જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પંચમહાલ ખાતેથી ફોર્મ મેળવીને તા. ૨૪/૧૨/૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમિયાન સાંજના ૫:૦૦ કલાક સુધીમાં ‚બ‚ અથવા ટપાલ દ્વારા જમા કરાવવાના રહેશે.

બોકસ: અરજી મોકલવાનું સરનામું:

“જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જીલ્લા સેવા સદન, ભાગ-૨, પ્રથમ માળ, ‚મ નં-૩પ, ગોધરા, જી-પંચમહાલ, પી.નં-૩૮૯૦૦૧

આ સ્પર્ધા અંગે વધુ માહિતી માટે જીલ્લા યુવા વિકાસ અધિકારી રાજેશ પારગી (મો. ૯૧૦૬૨૨૫૦૫૧) તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી રાહુલ તડવી (મો. ૯૦૯૯૧૩૨૨૬૫) નો સંપર્ક સાધવાનો રહેશે.