જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત પંચમહાલમાં પરંપરાગત ગ્રામીણ રમતોત્સવની ઉજવણી કરાઈ

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાઈ રહેલા જનજાતિય ગૌરવ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત પંચમહાલ જીલ્લામાં ગોધરામાં પરંપરાગત રમતોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.

આ રમતોત્સવમાં ગોધરા તથા મોરવાહડફ જેવા વિસ્તારોમાં પરંપરાગત રમતોનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આયોજન થકી નવી પેઢીને આપણી ભવ્ય પરંપરાગત રમતોનો પરિચય મળે અને લોકસંસ્કૃતિ જળવાઈ રહે તેવો હેતુ સાર્થક થયો હતો.

આ પ્રસંગે કાર્યક્રમમાં મોરવાહડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિતના મહાનુભાવો તથા અધિકારીઓએ પરંપરાગત રમતોની સાથે પ્રત્યેક રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈને જીલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.