વડોદરાના ભાયલીમાં ‘ડિજિટલ અરેસ્ટ ઠગાઈનો ભાંડો ફૂટ્યો,ઇન્ડસઇન્ડ બેંકની સતર્કતાથી ૧૬ લાખ બચ્યા

ભાયલી વિસ્તારના એક નિવૃત્ત સિનિયર સિટીઝને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ઠગોએ ૫ દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખ્યા હતા. વીડિયો કોલ પર સતત મોનિટરિંગ કરી માનસિક રીતે તોડી નાખ્યા બાદ ૧૬ લાખ રૂપિયા ઇ્‌ય્જી દ્વારા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. જા કે, ઇન્ડસઇન્ડ બેંક, ભાયલી બ્રાન્ચના મેનેજરની તીક્ષ્ણ સતર્કતા અને વડોદરા તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહીથી વૃદ્ધની આજીવનની બચત બચી ગઈ.

૧૬ ફેબ્રુઆરીના બપોરે આ સિનિયર સિટીઝનને દિલ્હીના ટીઆરએઆઇ કાર્યાલય તરફથી ‘રામ મિશ્રા’નો કોલ આવ્યો હતો.તેમણે પૂછ્યું, “તમારા નામે કેટલા સિમ કાર્ડ છે? તમારા સિમનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.” આ પછી તરત જ વોટ્‌સએપ પર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ‘સંદીપ રાવે વીડિયો કોલ કર્યો અને ખતરનાક વાર્તા રચી.તેમણે કહ્યું, “જેટ એરવેઝના સીઇઓ નરેશ ગોયલ પર ૫૩૮ કરોડના મની લોન્ડરિંગનો કેસ છે.

તેમના ઘરેથી મળેલા એટીએમ કાર્ડમાંથી તમારું કેનેરા બેંકનું કાર્ડ મળ્યું છે.આ કાર્ડમાંથી ૨ કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે અને તમારા ખાતામાં ૧૦% કમિશન તરીકે ૨૦ લાખ રૂપિયા જમા થયા છે.”આ વાતને વધુ વિશ્વસનીય બનાવવા માટે ઠગોએ સુપ્રીમ કોર્ટ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના બનાવટી દસ્તાવેજાના ફોટા મોકલ્યા.

ઠગોએ વૃદ્ધને સતત વીડિયો કોલ પર રાખ્યા. કોઈ સાથે વાત કરવા દીધી નહીં. પરિવાર સાથે પણ ૫ દિવસ સુધી કોઈ વાતચીત ન થઈ શકી. વૃદ્ધને કહેવામાં આવ્યું, “જા મની લોન્ડરિંગના કેસમાંથી બચવું હોય તો ૧૬ લાખ રૂપિયા તાત્કાલિક આનંદ ફાઇનાન્સ બેંક, ગુડગાંવના ખાતામાં આરટીજીએસ કરી દો. નહીં તો ઘરે પોલીસ મોકલીને અરેસ્ટ કરી જેલમાં ધકેલી દઈશું.”

૨૦ લાખની એફડી તોડાવવા માટે વૃદ્ધ ઇન્ડસઇન્ડ બેંક, ભાયલી બ્રાન્ચ પહોંચ્યા. ત્યાં તેમની ગભરાયેલી હાલત અને સતત વીડિયો કોલ જાઈ બેંક મેનેજરને શંકા ગઈ. મેનેજરે પૂછ્યું, “આટલી મોટી રકમ કોને અને કેમ ટ્રાન્સફર કરવા માંગો છો?” વૃદ્ધ સરખો જવાબ આપી શક્્યા નહીં. ઠગોએ ફોન પર ધમકી પણ આપી કે કંઈ ન બોલવું.

મેનેજરે તરત જ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી. ત્યારબાદ પોલીસની ટીમ બેંક પહોંચી.અને વૃદ્ધને પોલીસ સ્ટેશન લઈ જવાયા. તપાસમાં આખી હકીકત સામે આવી અને ૧૬ લાખનો આરટીજીએસ ટ્રાન્સફર અટકાવી દેવાયો. આમ વૃદ્ધને આર્થિક અને માનસિક નુકસાનથી બચાવી લેવાયા