ગુજરાતના તાપમાનમાં વધારો,મિશ્ર ઋતુનો અહેસાસ થઇ રહૃાો છે

ગુજરાતમાં આ વર્ષે (૨૦૨૫-૨૬) શિયાળાની ઋતુ અનોખી રીતે વર્તી રહી છે.સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહૃાો છે. ઉત્તર-પૂર્વના ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાતા ગરમીનો અનુભવ થઈ રહૃાો છે,જ્યારે રાત્રે પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી.

હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૧ થી ૨ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. તાજેતરના દિવસોમાં નોંધાયેલા કેટલાક મુખ્ય શહેરોના લઘુતમ તાપમાન આ પ્રમાણે છે. શહેરો લઘુતમ તાપમાન જોઇએ તો ડીસા ૧૬.૮સે,રાજકોટ ૧૮.૮સે, ગાંધીનગર ૨૧સે,કંડલા ૨૧.૧ સે અમદાવાદ ૨૧.૧સ્ો રહૃાું છે

આ આંકડા દૃર્શાવે છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રાત્રે પણ હળવી ગરમીનો અનુભવ થઈ રહૃાો છે, જે સામાન્ય શિયાળાની સ્થિતિ કરતાં ઘણો અલગ છે.છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતની ત્રણેય ઋતુઓમાં મોટો બદલાવ જોવા મળી રહૃાો છે, અને આ વર્ષે તે વધુ સ્પષ્ટ થયો છે.

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડીનું જોર વધુ નહીં વધે, પરંતુ કેટલાક પશ્ર્ચિમી વિક્ષેપો આવે તો હળવી ઠંડી અને માવઠાની શક્યતા રહેશે. જોકે, આ વર્ષે ભર શિયાળે ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ રહી છે.