સુરતમાં હોળી પર વેપારીઓએ યુવતીઓને બોલાવીને કરાવ્યો અશ્લીલ ડાન્સ, લોકોએ ઠૂમકા માર્યાં

સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા ફાગોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમને રંગોથી ભરી દેવા યુવતીઓને બોલાવવામાં આવી હતી અને તેમની સાથે નાચતા-નાચતા અશ્લીલ હરકતો પણ કરી હતી.

સુરતની રીંગરોડ ખાતે આવેલી અભિષેક ટેક્સટાઇલ માર્કેટના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફાગોત્સવની ઉજવણી દરમિયાન વેપારીઓએ બે મહિલાઓને બોલાવીને અશ્લીલ ડાન્સ કર્યો હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ ઉભો થયો છે.

જેમા યુવતિઓ સાથે વેપારીઓ ડાન્સ કરતા જાવા મળે છે. પરંતુ આ ડાન્સ પણ એવો છે જે જાઇને આંખો પણ બે ઘડી માટે ચોકી જાય. વીડિયોમાં વેપારીઓ યુવતીઓ સાથે અશ્લીલ ઈશારા અને ડાન્સ કરતા નજરે પડ્યા છે. આ ઘટનાને ફોસ્ટાના પ્રમુખે નિંદનીય ગણાવી છે.