સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીને ફટકાર લગાવતા કહ્યું, “મુખ્યમંત્રી લોકશાહીને જોખમમાં મૂકી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થવાનું છે. શાસક તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વિજયનો દાવો કરી રહ્યા છે. જાકે, મતદાનના એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને કડક ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાની કડક ટિપ્પણીમાં તો એમ પણ કહ્યું છે કે મુખ્યમંત્રી લોકશાહીને જાખમમાં મૂકી રહ્યા છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીના એક દિવસ પહેલા, સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીને ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી હતી કે આ રાજ્ય વિરુદ્ધ કેન્દ્ર સરકારનો વિવાદ નથી, પરંતુ એક એવો કેસ છે જ્યાં એક વ્યક્તિ, મુખ્યમંત્રી, તપાસમાં દખલ કરી રહ્યા છે, જે લોકશાહીને જાખમમાં મૂકે છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ દેશમાં એવો દિવસ આવશે જ્યારે કોઈ મુખ્યમંત્રી આ પ્રકારની તપાસમાં દખલ કરશે. કોર્ટે કડક ટિપ્પણી કરી હતી કે મુખ્યમંત્રીએ સમગ્ર વ્યવસ્થાને જાખમમાં મૂકી દીધી છે.