
40 જેટલા દેશોમાં 600 થી વધુ સંસ્થાઓમાં અને કોલેજોમાં હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્ર્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સૌ પ્રથમ શાળાના સ્ટાફ અને આચાર્ય દ્વારા વિશ્ર્વ હિન્દી દિવસ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં વિશ્ર્વ હિન્દી દિવસ સૌપ્રથમ ઇસ્વીસન 1975 માં નાગપુર ખાતે ઇન્દિરાબેન ગાંધી દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જેમાં 30 દેશો માંથી 122 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ 2006 થી દર વર્ષે વિશ્ર્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે એ પણ માહિતી આપવામાં આવી કે રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર નારોજ ઉજવવામાં આવે છે. કારણ કે, 1949 માં 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી ભાષાને માન્ય ભાષા તરીકેનો દરજ્જો મળ્યો હતો. વિશ્ર્વમાં લગભગ 75 કરોડ જેટલા લોકો હિન્દી ભાષા બોલી અને સમજી શકે છે. ભારતમાં 53 કરોડ જેટલા લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. 40 દેશોમાં 600થી વધુ સંસ્થાઓમાં અને કોલેજોમાં હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે. જેવી માહિતી બાળકોને આપ્યા બાદ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. બાળકોએ ખૂબ ઉત્સાહથી ટેસ્ટ આપ્યો હતો.અને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અઠવાડિયામાં એક દિવસ દર બુધવારે હિન્દી ભાષામાં શિક્ષણ કાર્ય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે રાષ્ટ્રભાષા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.