
સુખસર તાલુકાના બલૈયા ગામ નજીક સ્કુલ બસ અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકને માથામાં ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નીપજયું હતુ.
સુખસર વિસ્તારમાં વાહન અકસ્માતોની ધટનાઓ વચ્ચે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ લુણાવાડાની જીજે-૩૫-ટી-૩૯૧૪ નંબરની સ્કુલ બસ વિદ્યાર્થીઓને ફતેપુરા મુકવા માટે જઈ રહી હતી. સાંજના સમયે બસ બલૈયા ગામ પસાર કરી બલૈયા સુકી નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતી જીજે-૨૦-બીજી-૩૭૧૯ નંબરની મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. ધટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો મેળવી મૃતકની ઓળખ અંગેની તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકન કયાંનો રહેવાસી છે તેની ઓળખ અંગે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.