નસવાડીના કંડવા ગામ પાસે અશ્ર્વિની નદીના પેરાફિટમાં તિરાડો : અકસ્માતનો ભય

નસવાડી તાલુકાના કંડવા ગામ પાસે અશ્ર્વિન નદી ઉપર આવેલા બ્રિજની હાલતને લઈ ગંભીર સવાલો ઉભા થયા છે. બ્રિજની પેરાફિટમાં તિરાડો પડવાની સાથે અશ્ર્વિન નદીમાં આવેલા પુરના પાણીની બ્રિજના વળાંક ઉપર લગાવેલી રેલિંગ પણ તણાઈ ગઈ છે.

કંડવા ગામ પાસે અશ્ર્વિન નદીના બ્રિજ ઉપરથી રોજ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થાય છે. બ્રિજ પર વળાંક હોવાના કારણે તુટેલી રેલિંગ વાહનચાલકો માટે ગંભીર જોખમ બનતા કોઈ વાહનચાલકને અંધારામાં તુટેલી રેલિંગનો અંદાજો નહિ આવે તો સીધુ બ્રિજની બાજુમાં ખાડામાં ખાબકી શકે તેમ છે. સ્થાનિકો મુજબ છેલ્લા ૧૨ દિવસથી આ સ્થિતિ હોવા છતાં સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા અત્યાર સુધી રેલિંગનુ સમારકામ કે બ્રિજની આસપાસ જ‚રી પુરાણની કામગીરી શ‚ કરી નથી. જેથી સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ સાથે ચિંતા જોવા મળી રહી છે. આ રસ્તો મધ્યપ્રદેશ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાને જોડતો મહત્વનો માર્ગ છે. વાહન વ્યવહાર બંધ થાય તો સમગ્ર વિસ્તારના વાહન વ્યવહાર ઉપર તેની સીધી અસર પડી શકે છે. બ્રિજની પેરાફિટમાં પડેલી તિરાડો અને તુટેલી રેલિંગની સમયસર મરામત કરવામાં નહિ આવે તો કોઈ મોટી દુર્ધટના સર્જાય તેવી ભિતી સેવાઈ રહી છે.