
ઈરાન પર થયેલા હુમલા પર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, શાહબાઝે લખ્યું, “દુઃખની આ ઘડીમાં પાકિસ્તાનની સરકાર અને લોકો ઈરાનના લોકો સાથે ઉભા છે.” અમે આયતુલ્લાહ સૈયદ અલી ખામેનીની શહાદત પર ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
તેમણે એમ પણ કહ્યું, “પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરે છે. લાંબા સમયથી ચાલતી પરંપરા છે કે રાજ્ય/સરકારના વડાઓને નિશાન બનાવવામાં ન આવે. અમે મૃતકના આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ. અલ્લાહ ઈરાની લોકોને આ ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનને સહન કરવાની ધીરજ અને શકિત આપે.”
ખામેનીના મૃત્યુના સમાચાર બાદ, પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન જાવા મળ્યા. કેટલાક પાકિસ્તાનીઓએ કરાચીમાં યુએસ કોન્સ્યુલેટને બાળી નાખવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં ગોળીબાર પણ થયો હતો, જેમાં ૨૨ પાકિસ્તાનીઓના મોત થયા હતા.
ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીના મોત થયા છે. ૮૬ વર્ષીય વૃદ્ધનું અમેરિકા અને ઇઝરાયલી સંયુક્ત હવાઈ હુમલામાં મૃત્યુ થયું હતું, જે શનિવારે તેહરાન અને ઈરાનના અન્ય ભાગો પર થયેલા મોટા હુમલાનો ભાગ હતો.
ઈરાને ખામેનીના મૃત્યુ માટે ૪૦ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકીઆને તેને ગંભીર ગુનો ગણાવ્યો છે અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. કાળા પોશાક પહેરેલા લોકો તેહરાનની શેરીઓમાં માથા મારતા જાવા મળ્યા હતા, જ્યારે કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન અને અમેરિકા અને ઇઝરાયલ વિરોધી સૂત્રોચ્ચાર જાવા મળ્યા હતા.