સોમનાથ મંદિર પર પ્રધાનમંત્રી મોદીનો લેખ, ‘માત્ર મંદિર નથી, ભારતની અતૂટ સભ્યતા…..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી ૧૧ મેએ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ મેએ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. આ પહેલા પીએમ મોદીએ એક લેખના માધ્યમથી સોમનાથ મંદિરના ભૂતકાળને યાદ કર્યો છે અને મંદિરની ભવ્યતા, દિવ્યતા પર તમામ વાતો લખી છે. પીએમ મોદીએ લખ્યું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના લોકાર્પણની ૭૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ૧૧ મેએ મને ફરી ત્યાં જવાનું સૌભાગ્ય મળવાનું છે, આ અવસર આપણે સ્મરણ કરાવે છે કે આ પાવનસ્થળની રક્ષા અને તેના પુનર્નિર્માણ માટે કઈ રીતે દેશની ઘણી પેઢીઓએ સતત સંઘર્ષ કર્યો.

પોતાના લેખમાં પ્રધાનમંત્રીએ લખ્યું કે વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં મને સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું, આ સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ બાદ પણ મંદિર શાશ્વત અને અવિનાશી હોવાનું પર્વ હતું. હવે ૧૧ મેએ ફરી મને સોમનાથ જવાનો અવસર મળી રહ્યો છે. આ વખતની યાત્રા પુનનિર્મિત સોમનાથ મંદિરના લોકાર્પણની ૭૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં છે. હું ક્ષણને ફરી જીવવા જઈ રહ્યો છું જ્યારે ભારતનડા પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ જીએ આ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. તે દિવસે સોમનાથમાં વિધ્વંસથી સૃજન સુધીની યાત્રા ફરી જીવંત થશે. છ મહિનાની અંદર સોમનાથના ઈતિહાસ સાથે જોડાયેલા બે મહત્વપૂર્ણ પડાવોનું સાક્ષી બનવું મારા માટે સૌભાગ્યની વાત છે.

આ સાથે પ્રધાનમંત્રીએ લખ્યું કે સોમનાથ માત્ર એક મંદિર નથી, આપણી સભ્યતાનો અતૂટ સંકલ્પ છે. તેની સામે લહેરાતો વિશાળ સમુદ્ર અનંતકાળની અનુભૂતિ કરાવે છે. તેની લહેરો આપણ શીખવે છે કે તોફાન ભલે ગમે એટલું વિકરાળ હોય, મનુષ્યનું સાહસ અને આત્મબળ દર વખતે ફરી ઉભા થવામાં સક્ષમ છે. કિનારાને ટકરાતી લહેરો સદીઓથી તે ઉદઘોષ કરી રહી છે કે માનવીય ચેતનાને લાંબા સમય સુધી દબાવી શકાય નહીં.

આપણા પ્રાચીન શાસ્ત્રોમાં લખ્યું છે, પ્રભાસં ચ પરિક્રમ્ય પૃથિવીક્રમસંભવમ્‌, એટલે કે દિવ્ય પ્રભાસ (સોમનાથ) ની પરિક્રમા પૂરી કરવી પૃથ્વીની પરિક્રમા સમાન છે. જ્યારે લોકો અહીં દર્શન-પૂજન માટે આવે છે, ત્યારે તેને તે સભ્યતાની અદ્ભુત નિરંતરતાનો અનુભવ પણ થાય છે, જેની જ્યોતિ ક્યારેય બુઝાવી શકાય નહીં. ઘણા સામ્રાજ્યો આવ્યા અને ગયા, સમય બદાલાયો અને ઈતિહાસમાં ઉતાર-ચઢાવ આવ્યા, છતાં સોમનાથ આપણા હ્રદયમાં હંમેશા રહ્યું.

આ સમય તે અસંખ્ય મહાન વિભૂતિઓના સ્મરણનો છે, જે ક્રૂર આક્રાંતાઓ સામે અડગ રહ્યાં. લકુલિષા અને સોમ શર્મા જેવા ઋષિઓએ પ્રભાસને શૈવ દર્શનના એક મહાન કેન્દ્રમાં પરિવર્તિત કર્યું.ચક્રવર્તી મહારાજ ધારસેન ચતુર્થે સદીઓ પહેલાં અહીં બીજુ મંદિર બનાવ્યું હતું. સમયની મુશ્કેલ પરીક્ષા વચ્ચે ભીમ પ્રથમ, જયપાલ અને આનંદપાલ જેવા શાસકોએ આક્રમણોની વિરુદ્ધ પોતાની સભ્યતાની ઢાલ બની મંદિરની રક્ષા કરી હતી, તેમ માનવામાં આવે છે કે મહાન રાજા ભોજે પણ આ પાવન સ્થળના પુનર્નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. કર્ણદેવ સોલંકી અને જયસિંહ સિદ્ધરાજે ગુજરાતની રાજનીતિક અને સાંસ્કૃતિક શક્તિને પુનઃસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભાવ બૃહસ્પતિ, કુમારપાળ સોલંકી અને પાશુપતાચાર્યોએ આ તીર્થને આરાધના અને જ્ઞાનના કેન્દ્રના રૂપમાં સ્થાપિત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું, વિશાલદેવ વાઘેલા અને ત્રિપુરાંતકે તેની બૌદ્ધિક અને આધ્યાÂત્મક પરંપરાઓની રક્ષા કરી. મહાપાલ ચૂડાસમા અને રાવ ખેંગાર ચૂડાસમાએ વિધ્વંસ બાદ પૂજા-પાઠની પરંપરાને ફરી જીવિત કરી, પુણ્યશ્લોક આહિલ્યાબાઈ હોલ્ડર, જેમની ૩૦૦મી જયંતી ઉજવવામાં આવી રહી છે, તેમણે સૌથી પડકારજનક સમયમાં પણ ભક્તિની પરંપરાને જીવંત રાખી. બરોડાના ગાયકવાડોએ તીર્થયાત્રીઓના અધિકારોની રક્ષા કરી, સાથે આપણી આ ધરતી વીર હમીરજી ગોહિલ, વીર વેગડાજી ભીલ જેવા પરાક્રમિઓથી ધન્ય થઈ છે. તેમના સાહસ અને બલિદાનને આજે પણ યાદ કરવામાં આવે છે.