સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા થયા લાલઘૂમ, ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવાનો આક્ષેપ

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા લાલઘૂમ થયા છે. જેમાં મતદૃાર યાદૃીમાંથી અનેક નામો રદૃ થતા રોષે ભરાયા છે. તેમાં એસઆઇઆરની કામગીરી દરમિયાન ૯૪૦૦ જેટલા નામો રદ થયા છે. ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરીને નામો કમી કરાયાનો આક્ષેપ છે. તેમજ વિમલ ચુડાસમાએ જણાવ્યું છે કે જાણી જોઈને ખોટી રીતે નામ રદૃ કરવા પર સજાની જોગવાઈ છે. જવાબદૃારો સામે કાયદૃેસરની કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.

કાર્યવાહી ન થાય તો આંદૃોલન કરવાની ચીમકી આપી છે. તેમજ જ‚ર પડ્યે હાઈકોર્ટના દ્વાર ખટખટાવાની તૈયારી પણ બતાવી છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી મતદૃારયાદૃી સુધારણા પ્રક્રિયા અંગે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશની આગેવાની હેઠળ પક્ષના આગેવાનોએ જિલ્લા સેવા સદૃન ખાતે વિરોધ પ્રદૃર્શન કર્યું હતું અને જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદૃનપત્ર સુપરત કર્યું હતું.

ઇણાજ સ્થિત જિલ્લા સેવા સદૃન ખાતે “મતદારયાદી સુધારણામાં ગોલમાલ બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના ચારેય વિધાનસભાના જવાબદૃાર આગેવાનો અને સંગઠનના હોદ્દેદૃારો ઉપસ્થિત રહૃાા હતા. પુંજા વંશે જણાવ્યું હતું કે, એસઆઇઆરની કામગીરી ચૂંટણી પંચની માર્ગદૃર્શિકા વિરુદ્ધ થઈ રહી હોવાની ગંભીર શંકા છે.બીએલઓ દ્વારા મેિંપગ બાદૃ પ્રાથમિક મતદૃારયાદૃી પ્રસિદ્ધ થઈ ચૂકી હોવા છતાં, છેલ્લા ત્રણ દિૃવસમાં ચારેય વિધાનસભામાં મોટા પ્રમાણમાં ફોર્મ નં. ૭ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

પુંજા વંશે વધુમાં ઉમેર્યું કે, રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસે ફોર્મ નં. ૭ અંગેની નામજોગ માહિતી વહીવટી તંત્ર પાસે માંગી હતી, પરંતુ હજુ સુધી તે પૂરી પાડવામાં આવી નથી. તેમણે સત્તાધારી પક્ષ દ્વારા લોકશાહીના મૂળભૂત અધિકાર પર ઘા કરવાના ષડયંત્રની દૃહેશત વ્યક્ત કરી હતી. આવેદૃનપત્ર મારફતે જિલ્લા કોંગ્રેસે માંગણી કરી છે કે ચારેય વિધાનસભામાં ભરાયેલા તમામ ફોર્મ નં. ૭ની સંપૂર્ણ ચકાસણી અને વેરિફિકેશન કરવામાં આવે. ઉપરાંત, જે મતદૃારોના નામ અગાઉ ફોટા સાથે મતદૃારયાદૃીમાં પ્રસિદ્ધ થયા છે, તેમાંથી એક પણ સાચો મતદૃાર મતદૃાનથી વંચિત ન રહે તેની ખાતરી કરવામાં આવે.