રાજકોટમાં દીકરા સહિત પતિ-પત્નીએ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ

રાજકોટથી એક દૃુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટ શહેરમાં આર્થિક સંકટથી પરેશાન એક પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ રાજકોટના ૮૦ ફૂટ રોડ પર આવેલા સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતા એક સોની પરિવારે ઝેરી દવા પી લેતાં સમગ્ર શહેરમાંચિતા ફેલાઈ ગઈ છે.

નિલેશ સોનીએ અગાઉ લેટ લીધો હતો, જેમાં અંદૃાજે સાત લાખ રૂપિયાની લોન બાકી રહી ગઈ હતી. લોનના હપ્તા સમયસર ચૂકવી ન શકતા પરિવાર પર સતત આર્થિક દૃબાણ વધી રહૃાું હતું. આ માનસિક તણાવના કારણે નિલેશ સોની, તેમની પત્ની અને તેમનાદીકરાએ એક સાથે જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

પરિવારે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. ઘટના જાણ થતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક મદૃદૃ કરી અને ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલ ત્રણેયની સારવાર ચાલી રહી છે. આ તરફ ઘટનાની જાણ થતાની સાથે થોરાળા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.