સિક્કિમમાં ભારે વરસાદને કારણે અનેક ભૂસ્ખલન, ચુંગથાંગમાં અંદાજે ૧૫૦ થી ૨૦૦ પ્રવાસીઓ ફસાયા

સિક્કિમમાં ભારે વરસાદને કારણે અસંખ્ય ભૂસ્ખલન થયું છે, જેના કારણે આશરે ૧૫૦ થી ૨૦૦ પ્રવાસીઓ ચુંગથાંગમાં ફસાયા છે. જિલ્લા કલેક્ટર અનંત જૈને આ માહિતી આપી છે. જૈને જણાવ્યું હતું કે ગંગટોકથી લાચેન અને ચુંગથાંગથી લાચેનને જોડતા મુખ્ય રસ્તાઓ પર ભૂસ્ખલન થયું છે, જેના કારણે લાચેન જતા પ્રવાસીઓ ચુંગથાંગમાં ફસાયા છે.

આઇટીબીપી કેમ્પ અને ગુરુદ્વારામાં ફસાયેલા પ્રવાસીઓને રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ઘણી જગ્યાએ રસ્તાઓ અવરોધાયા છે, જેના કારણે લાચેન તરફનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. માર્ગ સુરક્ષિત જાહેર થયા પછી મુસાફરીની મંજૂરી આપવામાં આવશે.

લાચુંગનો રસ્તો સાફ કરવામાં આવ્યો છે, અને પ્રવાસીઓને સુરક્ષિત રીતે ગંગટોક પાછા લઈ જવામાં આવ્યા છે. વિસ્તારમાં થોડા થોડા સમયે વરસાદને કારણે, અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહૃાા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

નોંધનીય છે કે આ મહિનાની શ‚આતમાં પાક્યોંગ, ગંગટોક અને મંગન જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વાવાઝોડા અને કરા પડ્યા હતા, જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ગંગટોક જિલ્લામાં, નામલી વિસ્તાર નજીક ટ્રાન્સમિશન લાઇનમાંથી જોરદાર અવાજ અને સ્પાર્કિંગ પણ નોંધાયું હતું, જેના કારણે નિમ્તાર, તોપાખાની અને િંસગતમમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.

સિક્કિમ ઉત્તરપૂર્વીય હિમાલયમાં સ્થિત એક નાનું અને સુંદર રાજ્ય છે. કંચનજંગા પર્વતની ગોદમાં વસેલું, આ સ્થળ મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે તે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. અહીંનું ઠંડુ વાતાવરણ અને હવામાન લોકોને મોહિત કરે છે.

આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા અને હવે ભૂસ્ખલનને કારણે ફસાયેલા છે. આશા છે કે રસ્તાઓ ટૂંક સમયમાં સાફ થઈ જશે અને પ્રવાસીઓ તેમના ઘરે પાછા ફરી શકશે.