મતદાનનો અધિકાર છીનવાઈ રહૃાો છે, કાલે એનઆરસી દ્વારા નાગરિકતા પણ છીનવાઈ જશે,મમતા બેનર્જી

ભાજપ, ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર બંધારણનું પાલન કરી રહૃાા નથી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માયનાગુરીથી વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ વગાડ્યું. વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછીની તેમની પહેલી રેલીમાં, મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે જીૈંઇનો મુદ્દો જોરદૃાર રીતે ઉઠાવ્યો અને કહૃાું કે ગંભીર િંચતાઓ છે કે સાચા મતદારોના નામ મતદૃાર યાદૃીમાંથી દૃૂર થઈ શકે છે. મમતા બેનર્જીએ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા પર પણ પ્રશ્ર્ન ઉઠાવ્યા.

ઉત્તર બંગાળમાં એક રેલી દરમિયાન, મમતા બેનર્જીએ કહૃાું, “ઓળખ અને નાગરિકતા અંગે પણ પ્રશ્ર્નો ઉભા થઈ રહૃાા છે. કોને માન્ય ભારતીય મતદાર ગણવામાં આવશે અને કયા આધારે?” ભાજપને આનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ટીએમસીના વડાએ કહૃાું, “ભાજપ, ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર બંધારણનું પાલન કરી રહૃાા નથી. તેઓ લોકોના મતદૃાનના અધિકારને છીનવી લેવાનો પ્રયાસ કરી રહૃાા છે.” આકરા પ્રહારો કરતા, બંગાળના મુખ્યમંત્રીએ કહૃાું, “આજે લોકોનો મતદૃાનનો અધિકાર છીનવી લેવામાં આવી રહૃાો છે, કાલે તેઓ એનઆરસી દ્વારા લોકોની નાગરિકતા છીનવી લેશે.”

મમતા બેનર્જીએ ભાજપને બંગાળી વિરોધી પક્ષ ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે અન્ય રાજ્યોમાં બંગાળીઓ પર ત્રાસ ગુજારવામાં આવી રહૃાો છે. આસામમાં અનેક નામાંકનો રદ કરવા અંગે, મમતા બેનર્જીએ કહૃાું કે તેઓ તેમના પક્ષના ઉમેદવારોને નામાંકન ભરતી વખતે વકીલો સાથે લાવવા કહેશે. ભાજપ પર કટાક્ષ કરતા ટીએમસી વડાએ કહૃાું, “ભાજપ ચૂંટણી પહેલા વચનો આપે છે, પરંતુ ચૂંટણી પછી, તે બુલડોઝરનો આશરો લે છે.”

મમતા બેનર્જીએ અગાઉ જીૈંઇ પ્રક્રિયા પર ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચેના લોકોના મતદૃાન અધિકાર છીનવી લેવા માટે સાઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો. બેનર્જીએ દૃાવો કર્યો હતો કે એસઆઇઆર પ્રક્રિયાને કારણે ૨૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેમણે કહૃાું કે બ્લોક અને જિલ્લા સ્તરે પૂરક મતદૃાર યાદૃીઓ ઉપલબ્ધ નથી. બેનર્જીએ તમામ વિપક્ષી પક્ષોને ભાજપ સામે એક થવા અપીલ કરી.