
સિંગતેલમાં એક જ દિવસમાં ૪૦રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો છે. આ સાથે એક મહિનામાંસિંગતેલના ડબ્બામાં રૂપિયા ૨૦૦નો વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારાને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો.ના પ્રમુખનું નિવેદન આપ્યું છે.
મળતી માહિતી મુજબ માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે જેના લીધે મગફળીના તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા પણ ૧૭ લાખ ટન મગફળીની ખરીદૃી કરી હતી, જે બાદ પિલાણ લાયક મગફળીનો જથ્થો ઓછો હોવાના કારણે તેલના ભાવમાં વધારો થયો છે.
એક મહિના પહેલાસિંગતેલના ડબ્બાના ભાવ ૨૫૯૦ હતા જ્યારે હાલમાં સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૭૮૫ થયા છે. તેલના ભાવમાં સતત વધારાને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિયેશનના પ્રમુખનું નિવેદૃન પણ સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ ગત વર્ષે માવઠાના કારણે મોટાભાગની મગફળી પલળી ગઈ હતી અને હવે સારી મગફળી નો જથ્થો ઓછો હોવાના કારણે મગફળીના ભાવ વધતા સીંગતેલના ભાવ વધ્યા છે.
આ વચ્ચે સરકાર દ્વારા ટેકાના ભાવે ૧૭ લાખ ટન કરતા વધુ મગફળીની ખરીદૃી થઈ હતી અને એક મહિનામાં મગફળીના ભાવમાં પણ ૧૫૦ પિયાથી લઈને ૨૦૦ નો વધારો થયો હતો. હવે સારી મગફળીના ભાવ ૧૨૫૦ હતા હાલમાં ૧૪૫૦ થયા અને પિલાણ યુક્ત મગફળી નો જથ્થો ઓછો હોવાના કારણે સતત મગફળી અને સીંગતેલના ભાવ વધી રહૃાા છે.