સંતરામપુરના આંજણવામાં વૃદ્ધનુ ધર ધરાશાઈ થવા છતાં આવાસના લાભથી વંચિત

સરકાર દ્વારા ગરીબ અને ધરવિહોણા પરિવારોને સુરક્ષિત આશરો માટે કરોડો ‚પિયાના બજેટ સાથે વડાપ્રધાન આવાસ યોજના ચલાવવામાં આવી રહી છે. પરંતુ ગોધા તાલુકામાં જમીની હકીકત તંત્રની પારદર્શિતા સામે ગંભીર પ્રશ્ર્નાર્થો સર્જાઈ રહ્યા છે. તાલુકાના અંજણવા ગામમાં ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા એક વૃદ્ધનુ કાચુ મકાન અડધું ધરાશાઈ થઈ ગયુ હોવા છતાં તેઓને આવાસ યોજનાના લાભથી વંચિત રહ્યા છે.

સ્થાનિક કક્ષાએથી સામે આવેલા દ્રશ્યોમાં જજરિત મકાનની દયનીય સ્થિતિ છે. કાચી માટીની દિવાલો તુટી ગઈ છે. અને છતના નળિયા તેમજ લાકડાનુ માળખુ પણ તુટી પડ્યુ છે.ચોમાસામાં વરસાદી પાણી અને કડકડતી ઠંડીમાં આ તુટેલા મકાનમાં રહેવુ અત્યંત જોખમી બન્યુ છે. છતાં અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી આ વૃદ્ધ દં૫ત્તિ પોતાના જીવના જોખમે મકાનની આ પરિસ્થિતિમાં જીવન વિતાવવા મજબુર બન્યુ છે. જયારે જેમને આવાસની સોૈથી વધુ અને તાતી જ‚રિયાત છે તેવા સાચા અને જ‚રિયાતમંદ લાભાર્થીઓને જ બાકાત રખાતા તાલુકા અને ગ્રામ પંચાયત દ્વારા કરાતી સર્વે કામગીરી સામે ગેરરિતિની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક ગ્રામજનોની પ્રબળ માંગ છે કે, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરી આ નિરાધાર વૃદ્ધ પરિવારની વાસ્તવિક સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરાય તો ખરેખર જ‚રિયાત લોકોને સત્વરે પાકું આવાસ મળી શકે અને જર્જરિત અને તુટેલા મકાનમાં રહેવા મજબુર ન બને.