
ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક અસલી પોલીસ કોન્સ્ટેબલે પોતાના અન્ય બે સાગરિતો સાથે મળીને ‘ખાખી વર્દી’ અને પોલીસ ઓળખપત્રનો ઉપયોગ કરી કાર રેન્ટલ એજન્સી સાથે .૪૨ લાખથી વધુની ઠગાઈ આચરી છે. પોલીસ તપાસ અને સરકારી કામકાજનુ બહાનુ ધરીને એક-બે નહિ પરંતુ ફોર્ચ્યુનર, થાર, બે સ્કોર્પિયો અને સ્વિફ્ટ મળી કુલ ૫ લકઝુરિયસ ગાડીઓ ભાડે મેળવ્યા બાદ તેના જીપીએસ બંધ કરી બારોબાર વેચી મારવાનુ કોૈભાંડ સામે આવ્યુ હતુ.
અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ સ્થ્ત્િ ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં ‘ગો વિથ ઝુપ સર્વિસ પ્રા.લિ.’નામથી ફોર વ્હિલર ભાડે આપતી એજન્સી ચલાવતા સીરમ શીરભાન ગુપ્તાનો તા.૬ ફેબ્રુ.ના રોજ ગોધરાના નદીસરના વતની અને ધાનપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સોલંકીનો સંપર્ક કર્યો હતો. જીતેન્દ્રસિંહે પોતાની પોલીસ ઓળખપત્ર અને વર્દીવાળો ફોટો બતાવી કાયદાકિય તપાસ અર્થે બહાર જવાનુ બહાનુ બતાવ્યુ હતુ. શઆતમાં તેણે ટોયોટા ફોર્ચ્યનર એક મહિના માટે ભાડે લઈને .૫૦ હજાર ઓનલાઈન ભાડું ચુકવીને કંપનીનો સંપુર્ણ વિશ્ર્વાસ જીતી લીધો હતો. એજન્સીનો વિશ્ર્વાસ સંપાદન કર્યા બાદ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ તેના બે સાથીદારો અને રાજ ભરવાડ(રહે.નદીસર, ગોધરા)સાથે મળી અમદાવાદ ઓફિસેથી અન્ય ચાર ગાડીઓ થાર, બે સ્કોર્પિયો અને સ્વિફટ કાર પણ ભાડા કરાર કરીને મેળવી લીધી હતી. સમયમર્યાદા પુરી થયા પછી પણ ગાડીઓ પરત ન મળતા અને તમામ ગાડીઓના જીપીએસ ટ્રેકર એકસાથે બંધ આવતા એજન્સી સંચાલકને શંકા ગઈ હતી. ખાખી વર્દી અને આઈ.ડી.કાર્ડનો ખોટો ઉપયોગ કરી પુર્વ આયોજિત કાવત રચી ગાડીઓની કાળા બજારી કરનારા ધાનપુરના કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સોલંકી, દ્રપાલસિંહ સોલંકી અને રાજ ભરવાડ વિરુદ્ધ દાહોદ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.