છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ઇછઈ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ અને સોશિયલ ઇન્ક્લુઝન પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શિક્ષા સમાવેશી શિક્ષણ છોટાઉદેપુર દ્વારા માર્ગદર્શિત ઇછઈ ભવન સંખેડા-ઈંઊઉ રિસોર્સ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, કુશળતા અને પરસ્પર સમજણ કેળવવાનો હતો.
આ વિશેષ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રદીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડી.બી. પારેખ હાઈસ્કૂલના આચાર્ય ચિરાગભાઈ શાહ, તાલુકા શાળાના આચાર્યા જિજ્ઞાશાબેન વરિયા, સંખેડાના ઇછઈ ઈઘ વિમલભાઈ પટેલ, ભાટપુરના દિવ્યાંગ સરપંચ પ્રમોદભાઈ તડવી, મેડિકલ સ્ટાફ, બ્લોક સ્ટાફ, તમામ ઈછઈ, ઈંઊઉ સ્પેશિયલ એજ્યુકેટર ઈશ્વર રાવલ, ફિઝિયોથેરાપિસ્ટ રુબીનાબેન અને સમગ્ર શિક્ષા ટીમના સભ્યો પણ હાજર રહ્યા હતા.
દિવ્યાંગ બાળકોએ “મારું સ્વપ્ન” વિષય પર વક્તવ્ય અને “મારું લક્ષ્ય” થીમ પર કોલાજ વર્ક જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત ગિફ્ટ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન માટે દાતાઓ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં પાંચ રોલ મોડેલ દિવ્યાંગ વ્યક્તિઓએ અભિનય, ગીત અને સંગીત રજૂ કર્યા હતા. સંખેડાના નોંધાયેલા તમામ કેટેગરીના દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, વાલીઓ અને બાળકોને દિવ્યાંગોને મળતા વિવિધ સરકારી લાભો અને યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક વાલી મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ બાળકોના “સમાનતા, સન્માન અને સશક્તિકરણ” માટે પુનર્વસન અને સમાવેશન થાય તે માટે વાલીઓને પ્રોત્સાહિત કરાયા હતા. વાલીઓએ પણ આ અંગે તેમના સકારાત્મક અભિપ્રાયો રજૂ કર્યા હતા.કાર્યક્રમના અંતે ગાયક રણજીતભાઈ પરમાર, ડાન્સર પિન્ટુભાઈ, ગાયક ગોપાલભાઈ, ફિઝિયોથેરાપિસ્ટ ડો. રુબીના મેડમ, પ્રમોદભાઈ તડવી અને IEDSS વિજયભાઈ વાઘેલા જેવા રોલ મોડેલ્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ ઉપસ્થિતો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.IEDયુનિટ ઇછઈ કચેરી સંખેડા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કરાયું.