ગોધરા શહેર અને ભામૈયા વિસ્તારમાં રખડતા કુતરાનો ત્રાસ : એક દિવસમાં 14 લોકોને બચકાં ભર્યા

ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્ર્વાનનો આતંક યથાવત છે. તાજેતરમાં, ગોધરા શહેર અને ભામૈયા વિસ્તારમાં એક જ દિવસમાં 11 લોકોને રખડતા શ્ર્વાનોએે બચકા ભર્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરમાં ભુરાવાવ વિસ્તારની સોસાયટીઓ, કલાલ દરવાજા, નગરપાલિકા રોડ, ચિત્રા સિનેમા અને જૂની પોસ્ટ ઓફિસ જેવા વિસ્તારોમાં રખડતા શ્ર્વાનોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને ખાસ કરીને નાના બાળકો ઘરની બહાર રમવા જતાં ડરે છે. બહારથી આવતા લોકો પણ શ્વાનના ભયને કારણે આસપાસના ઘરોમાં જવાનું ટાળે છે.ગોધરા નગરપાલિકા દ્વારા રખડતા શ્ર્વાનોેને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. નગરપાલિકા રખડતા શ્ર્વાનોેને પાંજરે પૂરવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતામાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. લોકોને રખડતા શ્ર્વાનથી ક્યારે મુક્તિ મળશે તે એક મોટો પ્રશ્ન છે.

ગઈકાલે સવારથી મોડી રાત સુધીમાં ગોધરા શહેર અને ભામૈયા વિસ્તારમાં કુલ 11 લોકોને રખડતા શ્ર્વાનોેએ બચકા ભરી ઘાયલ કર્યા હતા. આ તમામ ઘાયલોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા તેમને રેબીઝ વિરોધી રસી (વેક્સિન) આપવામાં આવી હતી.ગોધરા શહેરમાં રખડતા શ્ર્વાનોેના વધતા આતંકને ધ્યાનમાં રાખીને, ગોધરા સિવિલ હોસ્પિટલ દ્વારા રેબીઝ વિરોધી રસીનો પૂરતો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે, જેથી આવા કિસ્સાઓમાં તાત્કાલિક સારવાર પૂરી પાડી શકાય.