બોડેલીના જબુગામ સી.એચ.સી.માં એકસ-રે અને સોનોગ્રાફી મશીનરી સુવિધાથી પંથકમાં ખુશી

બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી મહત્વની જગ્યાઓ ભરવા સહિત એક્સ રે મશીન અને સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ થતાં દર્દીઓને મફતમાં સુવિધા મળતા પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

છોટાઉદેપુર હાઈવે માર્ગ પર આવેલા જબુગામનુ સરકારી દવાખાનું મુખ્ય માર્ગ પર આવેલ હોવાથી બ્રોડગેજ તેમજ ઓરસંગ અને મેરીયા નદી પણ ગામ નજીકથી જ પસાર થાય છે.જેથી આકસ્મિક અકસ્માત, ફેટલ એક્સિડન્ટ અને નદીમાં ડુબવાના પ્રમાણ સૌથી વધુ જબુગામ પંથકમા બનતા રહે છે તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે હોસ્પિટલમાં એક્સ-રેની મહત્વની અને સોનોગ્રાફી મશીન માટે ઓપરેટર ન હોવાથી બંધ હાલતમાં હતા.ત્યારે મશીન અંગે અધિક્ષક ડો. કશ્યપ ખંભાળિયાએ જણાવ્યું હતું કે હાલમાં જબુગામ રેફરલ હોસ્પિટલમાં એક્સ રે અને સોનોગ્રાફી મશીન ચાલુ છે અને હોસ્પિટોલમાં જનરલ દર્દીઓના રીપોર્ટ કઢાવવા માટે ઓપરેટર પણ હોય છે.સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ ન થતાં ખાશ કરીને ગભેવતી મહિલાઓને બહાર તપાસ અર્થે જવું પડતું હતું. દર્દીઓને બોડેલીની ખાનગી લેબમાં રૂા. 1000થી 1300 સુધી ચાર્જ ચુકવવો પડતો હતો જેને લઈને દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.