રણુજાના દર્શન કરીને પાછા ફરી રહેલાં બનાસકાંઠાના પરિવારને અકસ્માત, બે મહિલાના મોત થયાં

રણુજાના દર્શન કરીને પાછા ફરી રહેલાં બનાસકાંઠાના પરિવારને અકસ્માત નડ્યો છે. ઠાકોર પરિવાર રણુજા રામદેવજી મહારાજના દર્શન કરવા ગયો હતો રોડ ક્રોસ કરવા જતાં અજાણ્યા વાહનચાલકે બે મહિલાઓને ટક્કર મારી હતી જ્યાં મહિલાઓનું અચાનક જ મોત નિપ્જ્યું હતું. વાત જાણેકે એમ છે કે બનાસકાઠાનો પરિવાર રણુજાથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો આ દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. બે મહિલાઓ રોડ ક્રોસ કરવા જતી હતી ત્યાં અચાનક જ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને બે મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ બંને મહિસાઓ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ અને નાગોટ ગામની રહેવાસી હતી. આ બંને મહિલાઓના મૃતદેહ વતમમાં પરત લાવતા પરિવાર અને ગામ આખામાં આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતીનું નિર્માણ થયુ હતુ. ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

પ્રેમીબેન ઠાકોર અને તારાબેન ઠાકોરનું આ ઘટનામાં કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બંને મહિલાઓના મોતથી પરિવાર વિખેરાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અજાણ્યા વાહનચાલકને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.