
રાજકોટ શહેર પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા અને લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદૃલીના ભાગપે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા વધુ ૮૪ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદૃેશો જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ ૪૯ પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટરમાં મુકાયા બાદ હવે બીજા તબક્કામાં આ મહત્વપૂર્ણ ફેરબદલ કરવામાં આવ્યો છે.
પોલીસ વિભાગે તૈયાર કરેલી યાદૃી મુજબ જે અધિકારીઓ અને કર્મચારીઓ એક જ પોલીસ સ્ટેશન અથવા શાખામાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હતા, તેમને પ્રાથમિકતા આપીને નવી જગ્યાએ બદલી આપવામાં આવી છે. આ નિર્ણયથી વિવિધ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક શાખામાં માનવબળનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આંતરિક બદૃલીમાં એ ડિવિઝન, બી ડિવિઝન, એરપોર્ટ, ભક્તિનગર, ગાંધીગ્રામ, માલવીયાનગર, પ્રધ્યુમનનગર, કુવાડવા રોડ, આજીડેમ, થોરાળા અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન સહિત ટ્રાફિક શાખાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. મહિલા પોલીસ કર્મચારીઓ સહિત વિવિધ હોદ્દાના અધિકારીઓને નવી જવાબદૃારીઓ સોંપવામાં આવી છે. આંતરિક બદૃલીની પ્રક્રિયા હેઠળ થોડા દિૃવસો અગાઉ પ્રથમ યાદૃી જાહેર કરવામાં આવી હતી, જેમાં ૪૯ પોલીસ કર્મચારીઓને પોલીસ હેડક્વાર્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હવે બીજી યાદૃી જાહેર થતાં કુલ ૧૩૩ પોલીસ કર્મચારીઓની બદલીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા આદૃેશ અનુસાર તમામ ૮૪ પોલીસ કર્મચારીઓને વર્તમાન ફરજ પરથી તાત્કાલિક મુક્ત કરીને નવા નિયુક્તિ સ્થળે હાજર થઈ ચાર્જ સંભાળવાનો નિર્દૃેશ આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયાથી શહેર પોલીસના વહીવટમાં વધુ પારદૃર્શિતા અને કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.