
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બુધવારે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખરોડિયા ચોકડી નજીક ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ અને રિક્ષા વચ્ચે જોરદૃાર ટક્કર થતાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે મૃતદૃેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ શ કરવામાં આવી છે.

અકસ્માતની આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા સ્થિત ખરોડિયા ચોકડી નજીકની છે. જ્યાં મુસાફરોથી ભરેલી બસ અને ઓટો રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્માત સમયે ઓટો રિક્ષામાં સવાર લોકોમાંથી ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ દૃમ તોડી દૃીધો હતો. જ્યારે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને રાહદૃારીઓ અને પોલીસની મદૃદૃથી તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટના બાદૃ પાલનપુર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને મૃતદૃેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે.