રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે રોંગ સાઈડમાંથી આવી રહેલા સ્કોર્પિયો કાર ચાલક દ્વારા ઇકો કારને ટક્કર મારતા ઇકો કારમાં સવાર બે સગા ભાઈઓના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં ૭૦ વર્ષીય શામજી પાટડિયા તેમજ ૬૦ વર્ષીય મગન પાટડિયા નામના ભાઈઓના મૃત્યુ થયા છે. જ્યારે કે, સમગ્ર ઘટનામાં મગનભાઈના પત્ની હંસા પાટડિયા તેમજ શામજીભાઈના પત્ની ગીતા પાટડિયા સહિત કુલ પાંચ જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદૃ થઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ઇકો કાર પેસેન્જરને લઈ કોઠારીયા સોલવન્ટ તરફથી ગોંડલ ચોકડી તરફ જઈ રહી હતી. તે સમયે રોંગ સાઈડમાં આવી રહેલા સ્કોર્પિયો કારના ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બપોરના બે વાગ્યે બનેલ અકસ્માતના કારણે અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. બંને મૃતકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. મળતી વિગત અનુસાર ગોંડલ ખાતે લૌકિક પ્રસંગ પૂર્ણ કર્યા બાદૃ પરિવારના સભ્યો રાજકોટ પરત ફરી રહૃાા હતા તે સમયે સમગ્ર ઘટના બની હતી.
બનાવ સંદૃર્ભે આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગત અનુસાર મગન પાટડિયા રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક વિસ્તારમાં રહેતા હતા. સંતાનમાં તેમનેદીકરો અનેદીકરી છે. જ્યારે કે શામજી પાટડિયા સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે રહેતા હતા. તેમજ સંતાનમાં તેમને બે દીકરા અને બે દીકરી છે.