રાજ્યમાં ઉકળાટ વધ્યો, ભેજના કારણે અસહૃા ગરમી, હવામાન વિભાગે આગાહી કરી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં થોડી ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ વાતાવરણમાં વધેલા ભેજના કારણે ઉકળાટ અને અસહૃા ગરમી વધી છે.હવામાન વિભાગે રાજ્યમાં તાપમાનમાં વધઘટ સાથે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે.ગઈકાલે રાજ્યના વિવિધ શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહૃાો હતો, જેમાં અનેક સ્થળોએ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ અથવા તેથી વધુ નોંધાયું હતું.

રાજકોટમાં સૌથી વધુ ૪૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી અને ભુજમાં ૪૧.૦ ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં ૪૦.૭ ડિગ્રી અને અમરેલીમાં ૪૦.૫ ડિગ્રી તાપમાન રહૃાું હતું.કંડલામાં ૩૯.૭ ડિગ્રી, અમદૃાવાદમાં ૩૯.૪ ડિગ્રી અને ગાંધીનગરમાં આશરે ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ઉપરાંત, ડીસામાં ૩૮.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં હજુ પણ તીવ્ર ગરમીની સ્થિતિ દર્શાવે છે.

રાજ્યમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું છે, જેના કારણે લોકોને વાસ્તવિક તાપમાન કરતાં વધુ ગરમી અને અકળામણ અનુભવાઈ રહી છે. ખાસ કરીને સાંજના સમયે ભેજ વધવાથી ઉકળાટ વધી ગયો છે.હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિૃવસોમાં તાપમાનમાં હળવી વધઘટ જોવા મળી શકે છે. રાજકોટ જેવા વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦-૪૨ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. વાતાવરણ મોટેભાગે સ્પષ્ટ રહેશે અને વરસાદૃની કોઈ આગાહી નથી. ભેજનું પ્રમાણ ૬૦-૮૦% સુધી રહી શકે છે.