
રાજકોટ શહેરમાં પૈસાની લેતીદૃેતીના મામલે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના કુબલીયાપરા વિસ્તારમાં ૬૦ હજારની ઉઘરાણી મુદ્દે ચીનાભાઈ જાડેજાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસની ટીમે કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.
પ્રાથમિક વિગતો અનુસાર, કુબલીયાપરાવિસ્તારમાં પૈસાની લેતીદૃેતીને લઈને વિવાદૃ થયો હતો. ૬૦ હજારની ઉઘરાણીના મામલે મામલો ઉગ્ર બન્યો અને આ દૃરમિયાન ચીનાભાઈ જાડેજા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. આરોપીઓએ છરીના ઘા ઝીંકતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી અને તેમનું મૃત્યુ નીપજ્યું. નજીવી લાગતી પૈસાની ઉઘરાણી જેવી બાબતે યુવકની હત્યા થતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે.
આ હત્યા કેસમાં પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે. કમલેશ, વિજય અને અમિત પરમાર નામના આરોપીઓ સામે આરોપ મૂકવામાં આવ્યા છે. થોરાળા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શ કરી છે. ૬૦ હજારની લેતીદૃેતીના વિવાદૃની વિગતો અને હત્યા પાછળના સંજોગો અંગે પોલીસ તપાસ કરી રહી છે.